Surat : પાળાની ડીઝાઇન તૈયાર કરવા SVNITને કામગીરી સોંપવાનો નિર્ણય
ચોમાસા (Monsoon )દરમિયાન ઉકાઇ (Ukai )ડેમમાંથી અઢી લાખ કયુસેક કરતા વધારે પાણી છોડવામાં આવે ત્યારે અડાજણ પાલ ભાઠા પાલનપુર વિસ્તારમાં નદીના પાણી ઘુસી જવાનો ભય રહે છે. રાંદેર ઝોન વિસ્તારના લાખો લોકોને તાપી પૂરથી બચાવવા માટે નદીના કાંઠે પાળા બનાવવાનો નિર્ણય લેવાયો છે. પૂર સંરક્ષક યોજનાની ડીઝાઇન તૈયાર કરવા માટે એસવીએનઆઇટીએ તૈયાર કરેલી ડીઝાઇનનું પ્રુફ ચેકીગનું કામ ટીને કન્સલટન્સી સોપવામાં આવી છે.
શહેરીજનોને આગામી પચાસ વર્ષ સુધી પીવાનું પાણી મળી રહે તે હેતુસર સુરત મનપાએ રુઢ અને ભાઠા વચ્ચે બેરેજ બનાવવાનો નિર્ણય લીધો છે. બેરેજની ડીઝાઇન તથા વિવિધ સરકારી એજન્સીઓની મંજુરી મેળવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. સુચીત બેરેજ તૈયાર થતા તાપી નદીમાં પાંચ મીટરના આરએલ લેવલ પર જળાશનું નિર્માણ થશે. બેરેજ સાકાર થાય તે પહેલા તાપી નદીમાં જયાં જયા પાળા નથી ત્યાં પાળા બનાવવા તથા હયાત પાળાને મજબુત કરવા સિચાઇ વિભાગે તાકીદ કરી છે. સિચાઇ વિભાગે પાળા સહિતની કામગીરી પાલિકાના શિરે મુકી છે. સમગ્ર શહેરમાં રાંદેર ઝોન વિસ્તારમાં તાપી નદીનો કિનારો ખુલ્લો છે. અગાઉ ૨૦૧૬માં
અડાજણ પાલમાં નદી કિનારે પાળો બનાવવાનું કામ શરુ થયુ હતુ, પરંતુ આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ થતા સિચાઇ વિભાગે કામગીરી અટકાવી હતી. સુચીત બેરેજનું કામ શરુ થાય તેની સાથે અડાજણ પાલ ભાઠા કિનારે પાળાની કામગીરી થઇ શકે તે માટે એસવીએનઆઇટીને ડીઝાઇન કન્સલટન્સી સોપવામાં આવી છે. એસવીએનઆઇ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા કરવામાં આવશે. સિગણપોર વિયર થી સુચીત બેરેજ સુધીના દસ કિલોમીટર લંબાઇમાં નવા પાળા બાબતે એસવીએનઆઇટી ડીઝાઇન તૈયાર કરશે.
પાલિકા દ્વારા બેરેજ મંજૂર થયા બાદ હાલમાં હાઇ ડ્રોગ્રાફિક સર્વે, ટોપોગ્રાફીક સર્વે, જીઓટેકનીકલ ઇન્વેસટીગેશન સહિતની કામગીરી ચાલી રહી છે. ટુક સમયમાં બેરેજની ડીઝાઇન ફાઇનલ થાય તેવા સંજોગો છે. બેરેજની ડીઝાઇન ફાઇનલ થયા બાદ બેરેજનું કામ શરુ થશે. બેરેજને સમાંતર પાળાની કામગીરી શરુ થાય તો સમગ્ર શહેરને બમણો લાભ મળે એ હેતુસર પાલિકાએ અગ્રતાના ધોરણે એસવીએનઆઇટીને પાળાની ડીઝાઇન સહિતની કામગીરી સોપી છે.