Surat: ક્રાઇમબ્રાન્ચે આંતરરાજ્ય વાહન ચોર ગેંગના બે સાગરિતો ઝડપાયા,૧૫ થી વધુ કાર ચોરી ના ગુનાનો ભેદ ઉકેલ્યો
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય વાહન ચોર ગેંગના બે સાગરીતો ને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની ચાર કારો કબજે કરી સુરત શહેરના જુદા જુદા પોલીસ મથક તેમજ મહારાષ્ટ્રમાં નોંધાયેલા ૧૫ થી વધુ કાર ચોરી ના ગુનાનો ભેદ ઉકેલ કાઢીને આંતરરાજ્ય વાહન ચોરી ના ચાલતા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના વાહન સ્કોડ તેમનો સ્ટાફ વાહન ચોરી ના ગુનાના આરોપીઓને પકડવા માટે તપાસમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે સુરત શહેર તેમજ મહારાષ્ટ્ર માં અનેક કાર ચોરીના ગુના આચારનાર આંતરરાષ્ટ્રીય ગેંગના બે સાગરીતો રામનગર વિસ્તારમાં આવનાર છે જે બાતમી ના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રાંદેર રામનગર તરફ જવાના રોડના માધવ ચોક સર્કલ પાસે નાકાબંધી કરી ચોરીની મારુતિ સુઝીકી કંપનીની સ્વીફટ કાર લઇને જઇ રહેલા મૂળ ૨ાજસ્થાનના વતની અને હાલમાં પુણા ગામ સીતારામ સોસાયટી ખાતે રહેતા અનિલ ઉર્ફે છોટુ મોતીલાલ ગાયરી ઉમર વર્ષ ૩૪ રહે ઘર નંબર ૬૧૮ સીતારામ સોસાયટી અર્ચના સ્કૂલ પાસે અને યુબઅલી ઉર્ફે ગુડુ ઇલેક્ટ્રિશિયન ઉર્ફ ગુડ્ડુ મિકેનિક માસુમઅલી શેખ ઉમર વર્ષ ૪૯. મૂળ ૨હે મોહરામ ગામ તાલુકો પુરવા જીલ્લો ઉન્નાવ ઉત્તર પ્રદેશ ને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની મારુતિ સુઝીકી કંપનીની ચાર કાર તેમજ કારની ડુપ્લીકેટ ચાવી નંગ ૩૨,અને ચોરી કરવા માટે વપરાતા સાધનો કબજે કર્યા હતા.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા અનિલ ઉર્ફે છોટુ મોતીલાલ ગાય૨ી અને યુબઅલી માસુમઅલી શેખ આંતરરાષ્ટ્રીય વાહન ચોર ગેંગ ના સાગરીતો છે અને તેઓ રાત્રિ દરમિયાન સોસાયટી અને બંગલાની બહાર પાર્ક કરેલ કારો કારના ડ્રાઇવરને સીટ આગળ પાસે હાથ નાખીને હોર્ન ના વાયરો છૂટા કર્યા બાદ એલએનકી વડે દરવાજાનું લોક ખોલી કારના
એન્જિનમાં ફીટ કરેલ ઇલેક્ટ્રોનિક્સ મશીન ને બહાર કાઢી કાર ચાલુ કર્યા બાદ તેમાં લાગેલ જીપીએસ અને ફાસ્ટેગ હટાવીને કાર ચોરી કરી લઇ જઇ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવીને મહારાષ્ટ્ર તથા રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં વેચાણ કરતા હતા
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ ના હાથે ઝડપાયેલા બંને રીઢા વાહન ચોરોએ અડાજણ, રાંદેર , પુણા, સરથાણા, ઉમરા અને લિંબાયત માંથી ૧૪ કારો ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક માંથી એક કારની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસ મથકે નોંધાયેલા ૧૫ કાર ચોરીના ગુના નો ભેદ ઉકેલાયો હતો જ્યારે આરોપી ઐયુબલી ઉર્ફે ગુડુ મિકેનિક શેખ સામે મહારાષ્ટ્રના જુદા જુદા પોલીસ મથકોમાં ૨૩ જેટલા વાહનચોરી ના ગુનાઓ નોંધાયા હોવાનુંક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ અંગે વધુ તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસકરી રહી છે.