Surat: એક તરફી પ્રેમમાં પરણિતાની પજવણી કરનાર સુરતના પીઆઇ સામે સુરેન્દ્રનગરમાં ફરિયાદ
• પ્રેમમાં પાગલ થયેલા સુરતના PIએ પરિણીતાની કોલડિટેઇલ કઢાવી
• પરિણીતાના જ સંબંધીઓને ફોન કરી ધમકી આપતાં ભાંડો ફૂટ્યો
• પીઆઇએ પરણિતાના ઘરે જઈ તેને લાફા માર્યા અને પજવણી કરતાં પોલીસ ફરિયાદ
• પીઆઇ અને તેમના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ દાખલ
સુરતનાં એક પોલીસ ઇન્સપેક્ટરે ફરી ખાખી લજવી છે. બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં એક વિડ્યો વાયરલ થયો છે જ્યાં મહિલા પોલીસ અધિકારી ફરિયાદી સાથે ગેરવર્તન કરતા નજરે પડ્યા છે. ત્યાં બીજી બાજુ સુરેન્દ્ર નગરથી બદલી બાદ સુરત આવેલા પી આઇ એ એકતરફી પ્રેમમાં સુરેન્દ્રનગરની પરિણીતાની કોલ ડિટેઇલ કઢાવી હોવાની વાત બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.ઘટનાને પગલે બે મહિના અગાઉ પરણિતાના પરિવારે સુરેન્દ્રનગર અને સુરત પોલીસ કમિશનરને અરજી આપી હતી. ત્યાર બાદ આ પી આઈ દ્વારા પરણિતાને પજવતા પરણિતાએ સુરતના પી આઇ અને તેમના ડ્રાઈવર વિરૂદ્ધ સુરેન્દ્નગર બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
રાજ્યની સૌથી મહત્વની કહેવાતી બ્રાન્ચમાંથી થોડાંક સમય પહેલાં જ બદલી લઇને આવેલાં પી આઈ યશપાલ સિંહ મહાવીર સિંહ ગોહિલ હાલ સુરતમાં ટ્રાફિક વિભાગમાં પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે.અને બે મહિનાથી તેઓ રજા પર છે.આ પહેલાં તેમને ઉધના પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, ત્યારે આ રંગીન મિજાજી આ પી આઈ યશપાલ સિંહનો લગ્ન પૂર્વે તેમના જ સમાજની એક યુવતી સાથે પરિચય થયો હતો. જોકે આ પરિચય વધુ આગળ વધે તે પહેલાં આ યુવતીના અન્ય યુવાન સાથે લગ્ન થઇ ગયા હતા.અને પી આઇ પણ બીજે પરણી ગયા હતા, પરંતુ સુરત આવ્યા બાદ થોડોક ફ્રી સમય મળતાં પી આઇને આ યુવતીની જાસુસી કરવાનું મન થઇ આવ્યું હતું અને તેમણે આ પરિણીતાનો નંબર મેળવી પોતાના પાવરનો ઉપયોગ કરી કોલ ડિટેઇલ મેળવી હતી.તેમજ આ પરિણીતા સાથે જે પણ વ્યક્તિ વાત કરતી હતી તેમને ફોન કરી ધમકાવવા શરૂ કર્યા હતા. પરિણીતાને ટેકનોલોજીનો દુરપયોગ કરી ફોન પણ કરતાં હોઇ પતિ સમક્ષ ભાંડો ફૂટી ગયો હતો. જે બાદ પી આઇ એ મહિલાના પતિને પણ ધમકાવતાં છેવટે આ પરિવારે આ પોલીસ અધિકારીથી બચાવવા માટે સુરેન્દ્રનગર પોલીસ અને સુરત પોલીસ અધિકારીઓને લેખિત અરજી કરી હતી.
બે મહિના અગાઉ પી આઇ વિરુદ્ધ અરજી થવા છતાં પણ તેમણે આ પરણિતાને પજવવવાનું શરૂ રાખ્યું એટલું જ નહીં પણ તેઓએ પોતાના ડ્રાઈવર સાથે પરણીતાના ઘરે પહોંચી જઈ તેણીને લાફા માર્યા હતા, આ સાથે કેટલાક મોફ વિડીયો બનાવી સંબધીઓને પણ મોકલવામાં આવ્યા હતા. જેને પગલે આખરે આ પરણીતા એ પી.આઈ ની કરતુતો થી કંટાળી સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં પોલીસ મથકમાં પીઆઈ અને તેમના ડ્રાઇવર જતીન સામે ગુનો દાખલ કર્યો છે.ત્યારે, પોલીસ ઇન્સપેક્ટરના એક તરફી પ્રેમમાં પરિણીતાની પજવણને પગલે સુરત શહેર પોલીસને માથે ફરી કાળી ટીલી લગાડી છે.