ક્રિકેટર પૃથ્વી શો વિવાદમાં : ઇન્ફ્લુઅન્સર સપના ગીલની ધરપકડ
ભારતીય ક્રિકેટર (Cricketer) પૃથ્વી શો ગુરુવારે ફરી એકવાર મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. તેના કેટલાક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક છોકરી તેની સાથે ઝપાઝપી કરતી જોવા મળી રહી છે. આખા દિવસના નાટક બાદ આખરે સાંજે ઝપાઝપીમાં સંડોવાયેલી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સત્તાવાર નિવેદન આપીને આ વાતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધી શૉ પોતે આગળ આવ્યા નથી અને આ મામલે કશું કહ્યું નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે પૃથ્વી શૉએ મહિલા સોશિયલ મીડિયા પ્રભાવક સાથે સેલ્ફી લેવાની ના પાડી, જેના પગલે તેનો સપના ગિલ અને તેના મિત્ર સાથે ઝઘડો થયો. બુધવારે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ, પોલીસે ગુરુવારે સાંજે સોશિયલ મીડિયા પ્રભાવક સપના ગિલની ધરપકડ કરી હતી, જ્યારે તેના મિત્ર શોભિત ઠાકુર અને અન્ય છ લોકો સામે તોફાનો અને છેડતીનો કેસ નોંધવામાં આવ્યો હતો.