પાકિસ્તાનનું નવું ષડયંત્: દેશમાં આતંકવાદી હુમલા માટે સગીરોનો ઉપયોગ

0

ઈસ્લામિક સ્ટેટ, ખાલિસ્તાન આતંકવાદી સંગઠનો અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ જેવા આતંકવાદી જૂથોએ ભારતમાં હુમલા કરવા માટે નવી વ્યૂહરચના તરીકે સગીરોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓને તાજેતરમાં થયેલા અનેક ખુલાસા બાદ આ અંગે જાણકારી મળી હતી. આ પાછળનું કારણ શું છે? તો ગુપ્તચર નિષ્ણાતોનું કહેવું છે કે, સજામાં ઋજુતા રાખવી, અનુભવી આતંકવાદીઓ કરતાં ગુપ્તચરએજન્સીઓના રડારથી બચવાનો સરળ રસ્તો અને તેમની ટેકનિકલ સમજ. તેનું ઉદાહરણ વારાણસીના બાસિત કલામ સિદ્દીકીનો કેસ હોઈ શકે છે. જ્યાં તેમના નેતૃત્વ હેઠળના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા ચારથી પાંચ કિશોરો સિદ્દીકીની પ્રો-ઇસ્લામિક સ્ટેટ ટેલિગ્રામ ચેનલ ‘ધ કારવાં ઓફ ડેઝર્ટ’નો ભાગ હતા. તેઓ સમગ્ર વિશ્વમાં જી કેડર/સહાનુભૂતિ ધરાવતા લોકો સાથે નેટવર્કિંગ કરી રહ્યા હતા અને ટેલિગ્રામ ચેનલો દ્વારા ઈઢ બનાવવાના મેન્યુઅલનો પ્રસાર કરીને મોટા પાયે હુમલા કરવા માગતા હતા.

પંજાબમાં તાજેતરના આતંકવાદી હુમલાઓની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, હેન્ડલર્સ આ છોકરાઓને રૂબરૂ તેમજ સોશિયલ મીડિયા દ્વારા ઓળખે છે. પૈસા અને પ્રસિદ્ધિનો લોભ તે છોકરાઓને કામ કરવા પ્રેરણા આપે છે. નાના છોકરાઓને જાણી જોઈને પસંદ કરવામાં આવે છે, કારણ કે તેમને મામૂલી સજા આપવામાં આવતીહોય છે. આવો જ ટ્રેન્ડ જમ્મુ અને કાશ્મીરમાં પણ જોવા મળ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, કિશોરો સરળતાથી ઓનલાઈન કટ્ટરતાનો શિકાર થઈ છે.જાય છે અને તેમને આતંકવાદી પ્રવૃતિઓ ખૂબ જ પ્રેરિત કરવામાં આવે છે અને તેમનો વફાદાર ગ્રાઉન્ડ વર્કર્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *