સરકાર મહિલાઓના ગુમ થયાના અને બળાત્કારના આંકડાઓ છુપાવી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસે(Congress) વર્ષોથી ગુમ થયેલી મહિલાઓ અને છોકરીઓના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે બળાત્કારના આંકડાઓને લઈને પણ જુઠ્ઠુ બોલવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં 13.13 લાખ મહિલાઓ ગુમ થઈ છે અને ગુજરાતમાં પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું કહેવાય છે. મહિલાઓના ગુમ અને બળાત્કારને લઈને વિધાનસભા અને લોકસભામાં અલગ-અલગ આંકડા આપવામાં આવ્યા છે.
મહિલા સશક્તિકરણ સપ્તાહ નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમર, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર અને પાર્થિવરાજ કાઠવાડિયાએ મહિલાઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બુધવારે પત્રકારોની સામે તેમણે દાવો કર્યો હતો કે વિધાનસભા અને લોકસભાના આંકડા અલગ-અલગ છે. આગામી દિવસોમાં ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2016 થી 2020 સુધીમાં ગુજરાતમાં 41621 ગુમ થયેલી મહિલાઓ અંગેના સમાચાર પ્રકાશિત કર્યા પછી, ગુજરાત પોલીસે કહ્યું હતું કે તેમાંથી 94.90 ટકા મહિલાઓ પરત આવી છે. કુલ 2124 મહિલાઓ ગુમ હોવાનું કહેવાય છે. જ્યારે લોકસભામાં કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન 4984 મહિલાઓ ગુમ થઈ હતી. ગુજરાત વિધાનસભાના માર્ચ 2022ના આંકડા મુજબ ગુજરાતમાં બે વર્ષમાં 3796 બળાત્કારના બનાવો બન્યા છે. જ્યારે લોકસભામાં આ આંકડો ઓછો જણાવવામાં આવ્યો છે.ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયની દીકરીઓ ગુમ થઇ છે.