સીએનજી પંપ ધારકોની ફરી એકવાર અચોકકસ મુદ્દતની હડતાળનું એલાન

0

સુરત શહેરમાં ૪૦થી વધુ મળીને દક્ષિણ ગુજરાતમાં ૨૫૦ સીએનજી પંપ: સરત શહેરમાં ૨.૫૦ લાખથી વધુ સીએનજી વાહનોને હડતાળને કારણે અસર પડશે

સીએનજી ગેસ સપ્લાય કરતી કંપનીઓ દ્વારા સીએનજી પંપ ધારકોના કમિશનનો પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવતા સીએનજી પંપધારકો ફરી એકવા૨ તા.૩ માર્ચથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપી દીધું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશને જણાવ્યું છે કે, સીએનજી સપ્લાય કરતી સીજીડી કંપની અને ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા સીએનજી પંપધારકો સાથે છેલ્લે વર્ષ ૨૦૧૭મ એગ્રિમેન્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે સીએનજીના માર્જિંગ-કમિશનમાં વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭ બાદ આજ દિન સુધી કમિશનમાં વધારો કરવામાં આવ્યો નથી. તથા આ સમયગાળા દરમિયાન વેપારમાં ખર્ચનો પ્રમાણ અનેક ગણો વધી ગયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મિનિસ્ટર દ્વારા માર્જિંગ વધારવા માટે વર્ષ ૨૦૨૧માં નિર્દેશ કરવામાં આવ્યો હતો છતાં કંપનીઓએ માર્જિંગ વધાર્યુ નથી. સીએનજી રિક્ષાચાલકોની માગણીને આધારે રાજ્ય સરકારે ભાડાના દરમાં વધારો કરી આપ્યો પરંતુ સીએનજી વિક્રેતાઓની માગણી બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ કંપની દ્વારા માર્જિંગ-કમિશન વધારી આપવાની ખાતરી આપી હતી. છતાસીએનજી પંપધારકો વધારી નહીં આપતા છેવટે સુરત સહિત રાજ્યભરના સીએનજી પંપધારકો દ્વારા તા.૩ માર્ચથી અચોક્કસ મુદત માટે સીએનજીનું વેચાણ બંધ કરી હડતાળનું એલાન કરવામાં આવ્યુંછે.

વધુમાં વિગતો મુજબ સુરત શહેરમાં સીએનજીના ૪૦થી વધુ પંપો અને સુરત ડિવિઝનમાં ૧૬૦ પંપો મળીને દક્ષિણ ગુજરાતમાં લગભગ ૨૫૦ જેટલા પંપો છે. સુરત શહેરમાં જ ૧.પ૦ લાખ જેટલી સીએનજી રિક્ષા અને ૨ લાખ જેટલા અન્ય સીએનજી વાહનો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *