Women Wellness: ભારતીય મહિલાઓ માટે કેન્સર અંગે જાણવા જેવી હકીકતો: બહેનો, મોટા “C” થી ડરશો નહીં – સાવચેત રહો, ખુશ અને સ્વસ્થ રહો!

0
September is Gynecologic Cancer Awareness Month.

Article by Dr Rupal Shah (Obstetrician & Gynecologist, Surat)

ઓછી જાગૃતિ અને મોડા નિદાનને કારણે ભારતીય મહિલાઓમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહિલાઓમાં કેન્સરના કેસમાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે.

સપ્ટેમ્બર મહિનો આખી દુનિયા માં સ્ત્રીઓમાં થતાં કેન્સર અંગેની અવરનેસ માટેના મહિના તરીકે ઉજવાય છે. તો ચાલો જાણીએ કેન્સર અંગે ની થોડી હકીકતો.

કેન્સર એક એવી બીમારી છે જેમાં કોઈ ઉંમર, જાતિ, દરજ્જો કે વર્ગ દેખાતો નથી. તે કોઈ ને પણ થઈ શકે છે. ઘણી બધી જાણીતી બોલીવુડ અભિનેત્રીઓ પણ આ પીડાદાયક મુસાફરીમાંથી પસાર થઈ ચૂકી છે – નરગીસ દત્ત, મનીષા કોઈરાલા, લિસા રે, મુમતાઝ અને સોનાલી બેન્દ્રે, કિરણ ખેર , મહિના ચૌધરી આમાં ના થોડા દાખલા છે .

કેન્સરની મૂળભૂત બાબતો જાણો

  • કેન્સર એ શરીરમાં ગમે ત્યાં અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે.
  • કેટલાક કેન્સર માં જીનેટિક કારણ હોઈ શકે, જે વારસામાં મળી શકે છે અથવા ધૂમ્રપાન, રેડિયેશન, વાયરસ, કેન્સર પેદા કરતા રસાયણો (કાર્સિનોજેન્સ), સ્થૂળતા, સ્ત્રીઓમાં હોર્મોન્સ અસંતુલન, બેઠાડુ જીવન અને કસરતનો અભાવ જેવા પરિબળો પણ કેન્સર થવામાં મહત્વનો રોલ ભજવી શકે.
  • કેન્સરના લક્ષણો અને ચિહ્નો કેન્સરના ચોક્કસ પ્રકાર અને ગ્રેડ પર આધાર રાખે છે. રોગના થોડા લક્ષણો અને ચિહ્નોમાં થાક, વજનમાં ઘટાડો, દુખાવો, ચામડીમાં ફેરફાર, આંતરડા અથવા મૂત્રાશયના કાર્યમાં ફેરફાર, માસિક ની અનિયમિતતા અથવા વધારે આવવું, મેનોપોઝ માં પાછું માસિક શરૂ થવું,, સતત ઉધરસ અથવા અવાજમાં ફેરફાર, તાવ, ગઠ્ઠો અથવા અસરગ્રસ્ત શરીરના ભાગોમાં પેશીઓનો સમૂહ છે.

ભારતીય સ્ત્રીઓમાં કયા કેન્સર સામાન્ય છે?

સ્તન કેન્સર એ ભારતમાં સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે અને સ્ત્રીઓમાં થતા તમામ કેન્સરમાં 27% હિસ્સો ધરાવે છે. સ્તન માં ગાંઠ અથવા અન્ય અસામાન્ય બદલાવ વહેલા માં વહેલી તકે પકડવા માટે દર મહિને પીરીયડ પછી સ્તનની સ્વ-તપાસ એ શ્રેષ્ઠ માર્ગ છે. 40 વર્ષ પછી દર વરસે ગાયનેક પાસે ચેઅપ અપ અને દર વરસે કે ૨ વરસે મેમોગ્રાફી કેન્સર નું નિદાન જલ્દી કરવા માં મદદ કરી શકે છે.
સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) નામના વાઇરસની વિવિધ જાતોને કારણે થાય છે. જો તમે ધૂમ્રપાન કરો છો, વારે વારે ડિલિવરી આવી હોય, નાની ઉંમરે સેકસ્યુઅલી એક્ટિવ હોવ,ઘણા સેક્સ પાર્ટનર્સ હોય અથવા તમને HIV ચેપ હોય તો તમને સર્વાઇકલ કેન્સરનું જોખમ વધારે છે.

સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ ટેસ્ટ, જેને સામાન્ય રીતે “પેપ ટેસ્ટ” તરીકે ઓળખવામાં આવે છે, તે સર્વિક્સમાં કેન્સર પહેલાના ફેરફારોને સમયસર શોધી શકે છે અને જેની સારવાર કેન્સરના શરૂઆત ના જ તબક્કામાં કરી ગંભીર પરિસ્થિતિ માંથી બચી શકાય છે. સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ 21 વર્ષ પછી જ્યારે પણ તમે સેકસ્યુઅલી એક્ટિવ થાવ ત્યારથી દર ૩ વરસે કરાવો. સર્વાઇકલ કેન્સરthi બચવા માટે ૯ થી ૨૬ વરસની વાય માં અને જો ત્યારે ના મૂકવી હોય તો ૪૦-૪૫ વરસ સુધીમાં સર્વાઇકલ કેન્સર ની વેક્સિન દરેક સ્ત્રીઓ એ મુકાવવી જ જોઈએ.


અંડાશય (OVARY) અને ગર્ભાશય ના કેન્સર નું જલ્દી થી નિદાન કરવા માટે ગાયનેક ચેક અપ અને અલ્ટ્રાસોનોગ્રાફી 40 વર્ષ પછી સ્ત્રીની નિયમિત આરોગ્ય પરીક્ષાનો ભાગ હોવી જોઈએ.

પ્રારંભિક તપાસ અને પ્રારંભિક તબક્કે તપાસ અને સારવાર દ્વારા કેન્સરને અટકાવી શકાય છે, જે માત્ર આ કેન્સરના મૃત્યુ દરને ઘટાડે છે પરંતુ કેન્સર પછીના જીવનની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *