ભાજપને 12 સીટો આપનાર સુરતીઓ પર 307 કરોડના વેરા વધારા સાથેનું બજેટ રજૂ
સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આજે સુરત મનપાનું 2023-24 નું 7707 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષ કરતા બજેટમાં 420 કરોડ જેટલો વધારો કરાયો હતો.
બજેટની ખાસ વાત એ રહી કે સામાન્ય જનતા પર યુઝર ચાર્જ અને પ્રોપર્ટી ટેક્સ અંતર્ગત 307 કરોડનો વેરો વધારો કરવામાં આવનાર છે. જોકે કોંગ્રેસ તરફથી આ બજેટની નિંદા કરાઈ હતી.
કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ જણાવ્યું હતું કે ભાજપને 12 સીટો ચરણે ધરનાર સુરતીઓ પર આ ભારણ નાંખવામાં આવ્યું છે.
જોકે આ બજેટને મ્યુનિસિપલ કમિશનરે વિકાસલક્ષી, ગ્રીન બજેટ અને મહિલાઓ તેમજ બાળકો માટે ફ્રેન્ડલી ગણાવ્યું હતું. બજેટની કેટલીક હાઈલાઇટ્સ પર નજર કરીએ તો..
બજેટ હાઈલાઇટ્સ..
સુરત મનપાનું 7707 કરોડનું બજેટ
મનપાના ઇતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ
બજેટમાં 352 કરોડનું રેવન્યુ સરપ્લસ..
તેના લીધે વિકાસના કામો માટે વધારાનું ફંડ મળશે..
નવા વિસ્તારોના આંતરમાળખાકીય સુવિધા પર ભાર..
વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1400 કરોડના આઇકોનીક પ્રોજેક્ટનું આયોજન..
પાણી પુરવઠા માટે 317 કરોડની ફાળવણી..
રોડ રસ્તા માટે 70 કરોડની ફાળવણી..
ડ્રેનેજ માટે 106 કરોડની ફાળવણી..
સ્ટ્રીટ લાઈટ માટે 7 કરોડની ફાળવણી..
207 કરોડના 3 બ્રિજથી નવા વિસ્તારો સાથે કનેક્ટિવિટી
ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે 112 કરોડની જોગવાઈ..
તાપી શુદ્ધિકરણ માટે 600 કરોડની જોગવાઈ..
વીઆઇપી રોડથી ઓએનજીસી સુધી નવો કેનાલ કોરિડોર બનાવવામાં આવશે..
બીજા ચાર નવા આઇકોનીક રોડ બનાવાશે..
પહેલીવાર 10 ટકાથી વધુ રકમ એનવાયરમેન્ટ સસ્ટેઈનીબિલિટી મટે…
સોલાર પ્લાન્ટ અને વિન્ડ પાવર પ્લાન્ટ પર ભાર..
ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન માટે વધુ 188 ઇલેક્ટ્રિક વ્હીકલ..
પિંક ઓટો પ્રોજેકટ માટે 120 ઇ રીક્ષા ઓનરોડ કરાવવાનું આયોજન..
20.47 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક બસ ડેપો..પહેલીવાર યોજાશે ગ્રાન્ડ EV એક્સપોનું આયોજન..