31 જાન્યુઆરી સુધી બંધ રહેશે બેંકો : કર્મચારીઓએ કરી હડતાળની જાહેરાત

Banks to remain closed till January 31: Employees announce strike
બેંકો(Banks) આજથી 4 દિવસ એટલે કે 31મી જાન્યુઆરી(January) સુધી બંધ રહેશે. બેંક કર્મચારીઓ(Employees) 30 અને 31 જાન્યુઆરીએ હડતાળ પર જવાના છે. આ પહેલા 28 જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર અને 29 જાન્યુઆરીએ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ચાલુ રહેશે. તેનાથી લોકો પૈસાની લેવડ-દેવડ કરી શકશે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશને માહિતી આપી છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) સંલગ્ન એસોસિએશનો એટલે કે AIBEA, AIBOC, NCBE, AIBOA વગેરેએ હડતાળની નોટિસ જારી કરી છે. બેંકે હડતાળ પર જવાની જાહેરાત કરી છે.