આ શહેરમાં દારૂ પરથી પ્રતિબંધ હટાવાયો, પ્રવાસનને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય
દુબઈમાં (alcohol)દારૂના વેચાણ પરનો પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે. અગાઉ દુબઈમાં દારૂના વેચાણ પર 30 ટકા ટેક્સ હતો, જે નવા વર્ષે હટાવી દેવામાં આવ્યો છે. આ સાથે દુબઈમાં પર્સનલ લિકરને પણ લાયસન્સ ફ્રી કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે દુબઈમાં દારૂ ખરીદવા માટે કોઈપણ પ્રકારના લાઈસન્સની જરૂર નહીં પડે
અગાઉ દારૂના વેચાણ ઉપર 30 ટકા ટેક્સ હતો, પર્સનલ લિંકરને પણ લાયસન્સ ફી કરી દેવાયું ફ્રી
1 જાન્યુઆરી, 2023થી, દુબઈમાં લોકો માટે વ્યક્તિગત દારૂના લાઈસના માટે ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. આ સાથે બીજી એક શરત છે કે, આલ્કોહોલનું સેવન માત્ર ઘરે અને જેને તેના માટે અધિકૃત કરવામાં આવ્યા છે, તે સ્થળે જ કરી શકાશે. અગાઉ દારૂ પીનારા લોકો પાસે પરિમટ હતી. જે દુબઈ પોલીસે જારી કરી હતી. આ પ્લાસ્ટિક લાઇસન્સ બતાવીને વ્યક્તિ દારૂ ખરીદી શકે છે.
તે લાયસન્સ વગર કોઈપણ વ્યક્તિર દારૂ ખરીદતો કે પીતો પકડાયો તો દંડ અને ધરપકડને પાત્ર હતો. છેલ્લા ઘણા વર્ષોમાં દુબઈમાં સરકારે એક પછી એક દારૂના નિયમો હળવા કર્યા છે. હવે દુબઈમાં પવિત્ર રમઝાન મહિનામાં પણ દારૂનું વેચાણ થાય છે. જો કે, રમઝાન દરમિયાન રાત્રિના સમયે દારૂના વેચાણ પર હજુ પણ પ્રતિબંધ છે. અગાઉ જ્યારેદુબઈમાં કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રથમ વખત દુબઈમાં શરબાની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી હતી, જે અત્યારે સુધી ચાલુ છે.
દારૂ પરનો ટેક્સ હટાવ્યા બાદ દુબઈમાં દારૂનું વેચાણ વધ્યું છે. દુકાનમાં લોકોની સંખ્યા ખરેખર વધી ગઈ છે. ઉપરાંત દારૂનું લાઇસન્સ હવે મફત છે. તે એકદમ સાચું છે. હવે ભાવ પણ નીચે આવી ગયા છે. હવે લોકોને દારૂ પીવા માટે દૂર નહીં જવું પડે
દારૂ પરનો પ્રતિબંધ હટાવવા પાછળનો હેતુ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. દુબઈની અર્થવ્યવસ્થામાં દારૂના વેચાણનો મોટો ફાળો રહ્યો છે. દુબઈમાં આલ્કોહોલ ખૂબ મોંઘો છે અને એક ગ્લાસ બીયરની કિંમત $ 10 સુધી હોઈ શકે છે જે વિશ્વની સૌથી મોંઘી છે. જોકે હવે તેની કિંમતમાં ઘટાડો થવાની આશા છે.