Surat:પાંડેસરામાં ATM તોડી ચોરીનો પ્રયાસ, ઘટના સીસીટીવીમા કેદ

0

સુરત શહેરમાં છેલ્લા કેટલા દિવસોથી ચોરીની ઘટનાઓમાં સદંતર વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમમાં બે ઈસમોએ ઘુસી એટીએમનો નીચેનો સેફટીડોર ખોલી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બંને ઇસમો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યાં બીજી તરફ બનાવ અંગેની જાણ પાંડેસરા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા. એટીએમ માંથી ચોરીની આ પ્રયાસની ઘટના ત્યાં લાગેલ સીસીટીવીમા કેદ થઈ જવા પામી હતી

 

સુરતના પાંડેસરા ખાતે શાસ્ત્રીનગરમાં આઇસીઆઇસીઆઇ બેંકનું એટીએમ આવ્યું છે.જ્યાં ગતરોજ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બે ઈસમો ચોરીના ઇરાદે એટીએમમાં પ્રવેશ્યા હતા. અને તેઓએ એટીએમમાં ઘુસી એટીએમની નીચેનો સેફટીડોર ખોલી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ તસ્કરો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.અને તેઓ ત્યાંથી ભાગી છૂટયા હતા. તો બીજી તરફ ચોરીના પ્રયાસની આ આખી ઘટના ત્યાં લાગેલ સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેને પગલે બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમ થકી પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં

પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.અને તપાસ કરતા એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર અને એજ વિસ્તારમાં રહેતા પાંડેસરા વડોદ ગામ પાસે રહેતા 22 વર્ષીય ધીરુસિંગ લક્ષ્મણસિંગ રાજપૂત અને 24 વર્ષીય સંજીવ જગદીશપ્રસાદ ચૌધરીને ઝડપી પાડ્યા હતા.હાલ આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કર ઊંડાણપૂર્વક તપાસ હાથ ઘરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *