શું શોએબ મલિક અને સાનિયા મિર્ઝા લઇ રહ્યા છે તલાક ? ખુદ પાકિસ્તાની ક્રિકેટરે આપ્યા આ સંકેત
પૂર્વ ભારતીય (Indian) ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છૂટાછેડાની અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે પોતાનું ઈન્સ્ટાગ્રામ બાયો બદલ્યું છે. શોએબે પોતાના બાયોમાંથી સાનિયા મિર્ઝાનું નામ હટાવી દીધું છે.
ખુદ પાકિસ્તાની કેપ્ટને આપ્યા સંકેતો-
શોએબે અગાઉ પોતાના બાયોમાં સાનિયા મિર્ઝાનો ઉલ્લેખ ‘હસબન્ડ ટુ અ સુપરવુમન’ તરીકે કર્યો હતો. તેણે હવે આ લાઈન તેના બાયોમાંથી હટાવી દીધી છે. તેના બદલે લખવામાં આવ્યું છે –લિવ અનબ્રોકન. આ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને ટૂંક સમયમાં એકબીજાથી અલગ થઈ શકે છે.