સમસ્યાઓ બાબતે સૌથી વધુ પત્ર લખનાર કુમાર કાનાણીનો વધુ એક પત્ર : આ વખતે મુદ્દો ભારે વાહનોનો
સુરતમાં(Surat) વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ (Kumar Kanani) ભારે વાહનોને લઈ ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે. તેમણે સુરતમાં ભારે વાહનોને કારણે થતી પરેશાનીને લઇને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે લેટરમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો. છે.સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક સમસ્યાને લઈ લેટર સામે આવ્યો છે, તમને જણાવી દઈએ કે, શહેરમાં ગંદકીનો પ્રશ્ન હોય કે, પછી ગેરકાયદે બાંધકામની વાત હોય વિવિધ મુદ્દે ધારાસભ્ય કાનાણી વિવિધ વિભાગના વહીવટી તંત્રને તેમની કામગીરીને યાદ અપાવી જ દેતા હોય છે.
તેમણે વધું એકવાર પત્ર લખ્યો છે આ વખતે તેમણે ટ્રાફિક DCPને પત્ર લખ્યો છ જેમાં તેમણે લખ્યું કે, પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં આવે છે. તેમણે પત્રમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાની પણ વાત કરી છે.તેમણે પત્રમાં લખ્યું છે કે, સુરત શહેરમાં પોલીસ કમિશ્નરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 વાગ્યા તથા સાંજે 5થી રાત્રિના 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે. તેમણે એમ પણ લખ્યું છે કે, આ બાબત પર કેમ કાર્યવાહી કરવામાં નથી આવી તેનું કારણ લેખિતમાં 7 દિનમાં આપવું.