Gujrat:અમૂલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા બાદ તેના ખરીદ ભાવમાં રૂ.૨૦નો વધારો કર્યો

0

અમુલ ડેરીએ પશુપાલકોને ફાયદો પહોંચાડવા માટે ગાયના દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિ લીટર ૫૦ પૈસાનો વધારો કર્યો |

ગુજરાતના ૬ લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.૨૦નો વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટના રૂ.૭૪૦ના વધીને રૂ.૭૬૦ થતાં પશુપાલકોને મોટી રાહત થશે. અમુલ ડેરીએ આજે પશુપાલકોને તહેવારો ટાણે આનંદના સમાચાર આપ્યા છે. અમુલ ડેરીએ દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ ૨૦ રૂપિયાનો વધારો કર્યો છે. દૂધનો ખરીદ ભાવ વધારીને ૭૪૦થી ૭૬૦ રૂપિયા કરાયો છે. આ ખરીદ વધારાથી રાજ્યના છ લાખ પશુપાલકોને લાભ થશે. | પરંતુ આ જાહેરાત બાદ અમુલ પર વધારાનો વાર્ષિક ૬૦ કરોડનો બોજો પડશે. અમુલ ડેરીએ પશુપાલકોને ફાયદો પહોંચાડવા માટે ગાયના દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિ લીટર ૫૦ પૈસાનો વધારો કર્યો |

ભાવવધારાથી અમૂલ પર વધારાનો વાર્ષિક ૬૦ કરોડનો બોજો પડશે

છે, જ્યારે ભેંસનાં દુધના ખરીદ ભાવમાં ૧.૨૫ થી ૧.૫૦ પૈસાનો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં પ્રતિકીલો ફેટ ૧૦ રૂપિયાનો વધારો થયો છે. અમુલ ડેરીએ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે વધારો આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ પશુપાલકોને દુધના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ ભાવમાં વધારો કરતાં આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના ૬ લાખ પશુપાલકોને મોટો લાભ થશે.નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૧માં અમુલનું વાર્ષિક ટર્ન ઓવર ૧૦ હજાર કરોડ પાર પહોંચ્યું હતું. ત્યારબાદ અમૂલ દૂધ ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ અમુલ દ્વારા પશુદાણમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *