ટ્રાવેલ્સ એસો.ઝુક્યું: સુરતમાં આજથી તમામ ખાનગી લકઝરી બસ શહેરમાં પ્રવેશશે

0

સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશન દ્વારા બે દિવસની લડાઈ બાદ યુ ટર્ન લીધો છે.સ્થાનિક અગ્રણીઓ અને પોલીસ વિભાગ અઘિકારીઓ સાથે થયેલી ચર્ચા બાદ પોલીસ જાહેરનામા મુજબ ખાનગી બસ શહેરમાં પ્રવેશ કરવાની એસોસિએશનના નેતા દિનેશ સુરત લક્ઝરી બસ ઓપરેટર અણઘણ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.અને જેને પગલે આજથી આ નિર્ણયનો અમલ કરવામાં આવ્યો.છે. અને હવે બસ ચાલકો શહેરમાં નક્કી કરેલા પોઇન્ટ ખાતે મુસાફરોને ડ્રોપ અને પીકઆપ કરશે.

કુમાર કાનાણીના લેટર બાદ કાનાણી અને બસ એસોસિએશન એ કર્યો હતો વિરોધ

 

કુમાર કાનાણીએ થોડા સમય પહેલા ટ્રાફિક ડીસીપીને લખેલા પત્રમાં ખાનગી લક્ઝરી બસનો સુરતમાં પ્રવેશ થાય છે તેમની સામે કાર્યવાહીની માંગ પર ખાનગી બસ એસોસિએશન દ્વારા દર્શાવ્યો હતો . અને ખાનગી બસ ઓપરેટરો દ્વારા 21 તારીખ થી વહેલી સવારથી એક પણ ખાનગી બસ સુરતમાં પ્રવેશ નહીં કરશે તેઓ નિર્ણય કર્યો હતો.તમામ ખાનગી બસોનું ઓપરેશન વાલક પાટીયા ખાતેથી કરવામાં આવશે.તેવું જણાવ્યું હતું.અને બે દિવસ સુધી મુસાફરોને વાલક પાટિયા ખાતે ઉતારી દેવાતા સવારે અનેક મુસાફરો હેરાન પરેશાન થયા હતા. ત્યારે સ્થાનિક લોકો અને પોલીસ વિભાગ દ્વારા સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશનના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. અને આખરે આ વિવાદનો અંત આવ્યો હતો.અને આજરોજ સવારથી તમામ ખાનગી બસો પહેલાની જેમ શહેરમાં પ્રવેશ કર્યો હતો.પરંતુ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામા મુજબ બસો સમયનું પાલન કરશે અને શહેરના નિયત કરેલા પોઇન્ટ પરથી પેસેન્જરોને પીકઅપ કરવાની સાથે ડ્રોપ પણ કરશે.

મુસાફરોને બે દિવસ રઝળવાનો વારો આવ્યો હતો

ધારાસભ્ય કાનાણીના પત્ર બાદ પોલીસે આકરી કાર્યવાહી કરતાં ટ્રાવેલ્સ સંચાલકોએ બે દિવસથી તમામ મુસાફરોને વાલક પાટીયા ઉતાર્યા હતા. જેને પગલે વહેલી સવારે સુરતમાં આવતાં મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન જવા માટે ભારે રિક્ષા ભાડા ચૂકવવા પડ્યાં હતાં.તો બીજી તરફ વાલક પાટિયા પર એક સાથે બધી બસો ઉભી થઈ જતાં વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે શહેરીજનો અને મુસાફરોને બે દિવસ રઝળવાનો વારો આવતાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

મુસાફરોનું હિત ધ્યાનમાં રાખીને નિર્ણય લીધોઃટ્રાવેલ્સ એસોસિએશન

આ અંગે ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ દિનેશ અણઘણે જણાવ્યું હતું કે, સુરતના જાણીતા ઉદ્યોગપતિ જીવરાજ ધારૂકાવાલા સહિત કેટલાક સ્થાનિક અગ્રણીઓ, પોલીસ કમિશનર તેમજ ટ્રાફિક વિભાગના અધિકારીઓ મળી આ વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને બેઠકના અંતે અમે મુસાફરોના હિતને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે ગાડીનો પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે.. તેમજ વધુમાં કહ્યું કે અમારી જે પણ કેટલીક રજૂઆતો હતી તે લેખિતમાં પોલીસ કમિશનરને આપવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *