વંદે ભારત ટ્રેનમાં કચરાનો ફોટો વાયરલ થયા બાદ રેલવે મંત્રીએ આપ્યા સફાઈની વ્યવસ્થામાં ફેરફારના આદેશ
દેશની(India) સૌથી લક્ઝરી ટ્રેન (Train) ગણાતી વંદે ભારત એક્સપ્રેસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. મુસાફરોએ(Passengers) ગંદકીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ પછી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તપાસના આદેશ આપ્યા છે. તેમણે મુસાફરોની વર્તણૂક પેટર્નને ધ્યાનમાં રાખીને વંદે ભારત ટ્રેનોમાં કચરો ઉત્પન્ન કરવા અને સંગ્રહ કરવાની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુંબઈ અને ગાંધીનગર રાજધાની વચ્ચે શરૂ થયેલ વંદે ભારત દેશના વિવિધ ખૂણામાં શરૂ થઈ રહ્યું છે. પરંતુ પહેલા શરૂ થયેલા આ રૂટ પર મુસાફરો દ્વારા ટ્રેનમાં ગંદકીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રેલવે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને ફ્લાઈટ જેવી સ્વચ્છ સુવિધા આપવાનો દાવો કરે છે. આ જ ટ્રેનમાં કોચની અંદર ફેલાયેલી ગંદકીના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ વીડિયોમાં મુસાફરો સીટની પાછળ, બે સીટની વચ્ચે અને ગેલેરીમાં નાના પેકેજ અને અન્ય કચરો છોડતા જોવા મળ્યા હતા. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે રાજસ્થાન પત્રિકાને જણાવ્યું કે મામલો સામે આવ્યા બાદ જરૂરી સુધારા માટે સૂચના આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેનોમાં કચરો જનરેશન અને કલેક્શન સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જેના કારણે ટ્રેનની અંદર ગંદકી નહીં ફેલાય અને કચરો પણ તેની યોગ્ય જગ્યાએ પહોંચશે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આ ફેરફારનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસમાં કચરો નાંખવા અને કલેક્શન સિસ્ટમમાં ફેરફારની સૂચના આપવામાં આવી છે. જે રીતે એરહોસ્ટેસ ફ્લાઇટમાં મુસાફરો માટે કાળી બેગ લાવે છે, તે જ રીતે, ટ્રેનોમાં, વ્યક્તિ ગેલેરીમાં ચાલશે અને કાળી બેગમાં લોકો પાસેથી વધારાનો કચરો ઉપાડશે.
આ ઉપરાંત રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને સ્વચ્છતા જાળવવા પણ અનુરોધ કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, વંદે ભારત ટ્રેનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં ટ્રેન તેના ગંતવ્ય સ્થાને પહોંચતી વખતે ફૂડ પેકેટ અને અન્ય કચરો વિખરાયેલો હતો. આ પછી રેલવેએ આ ફેરફાર કર્યો છે.