Surat:પિતાના મૃત્યુ બાદ આ બે ભાઈઓ નિ;સહાય વૃદ્ધોની શરૂ કરી સેવા

0

દુનિયામાં એવા ઘણા વૃદ્ધો છે જેને કોઈક કારણસર તેના બાળક તેની સાથે હોતા નથી. અને બાળકો હોવા છતાં તેમને એકલવાયું જીવન જીવવું પડે છે. ત્યારે શરીરે વૃદ્ધ થઇ ગયેલા અને માનસિક રીતે ભાગી પડેલા લોકો દુઃખ ક્યારેય કોઈ ઓછું કરી શકતું નથી. હા પરંતુ થોડા સમય માટે તેમની સાથે સમય પસાર કરી એમની દુઃખ હળવું જરૂર કરી શકીયે છે. કેટલાક બાળકો પોતાના માતા પિતાને તરછોડે છે. તો બીજી તરફ ઘણા એવા લોકો પણ જોવા મળે છે. જે આવા વૃદ્ધોને પોતાના માતા પિતા સમજીને તેમની સેવા કરે છે.

આજના યુગમાં શ્રવણ બની નિ;સહાય વૃદ્ધોની સેવા કરે છે 

સુરતના એક વ્યક્તિ જે આજના યુગના શ્રવણબની આવા એકલા થઇ ગયેલ વૃદ્ધની સેવા કરી પોતાના પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાઅંજલિ આપી રહ્યા છે. 2008માં એક રોડ અકસ્માતમાં ગૌરાંગભાઈએ તેમના પિતાને ગુમાવ્યા હતા.અને આ દુ;ખ તેઓ માટે અસહ્ય હતું. અને પિતાની યાદમાં અને તેમને સાચા અર્થમાં શ્રદ્ધાઅંજલિ આપવા માટે ગૌરાંગ સુખડીયા અને તેમના બીજાભાઈ હિમાંશુ સુખડીયાએ 55 વર્ષથી વધુ ઉમરના વૃધ્ધો જેઓ ની; સહાય છે. જેમની સેવા કરવાનું શરુ કર્યું

150 થી 200 વૃદ્ધિને ઘર બેઠા ખાવાનું પોહ્ચાડવાનું કામ કરે છે

ગૌરાંગભાઈ અને હિમાંશુભાઈએ આ સેવા શરુ કર્યા બાદ રોજ 150 થી 200 વૃદ્ધિને ઘર બેઠા ખાવાનું પોહ્ચાડવાનું કામ કરે છે. આ ઉપરાંત આ વૃદ્ધો તેમની બીજી જરૂરિયાતનું ધ્યાન પણ ગૌરાંગભાઈ રાખે છે.આ માટે તેઓ રીક્ષાચાલકનો સહારો લઇ આ વૃદ્ધોના ઘરે ખાવાનું પોહ્ચાડવાનું કામ કરે છે.2016માં તેમને આ કાર્ય કરવાનું શરુ કર્યું હતું. 40 વૃદ્ધોની સહાય કરી આ સેવા તેમને શરુ કરી હતી. અને આજે આ સેવા સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ બની લોકોની સેવા કરે છે

વૃદ્ધોને શ્રાવણ મહિનામાં 5 મહાદેવની યાત્રા પણ કરાવી હતી.

કોરોના કાળમાં પણ આ સેવા ટ્રસ્ટ દ્વારા ઘણા મોટા પાયે આ સેવા શરુ કરવામાં આવી હતી. આ સિવાય આ તેમના દ્વારા સેવાયજ્ઞ પણ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં તેને કેટલાક વૃદ્ધોને શ્રાવણ મહિનામાં 5 મહાદેવની યાત્રા પણ કરાવી હતી. આ સિવાય આ વૃદ્ધની દવાનું ધ્યાન રાખવાની સાથે તેમના આંખની પણ કાળજી રાખવામાં આવે છે.

ગૌરાંગભાઈ પોતે એસ મોટી રામ સ્વીટ્સ એન્ડ સુરતી ખાજાની દુકાન ખાજાની દુકાન ચલાવે છે. અને આ સાથે તેઓ આ સેવા કરે છે. અને તેમને આ સેવા કરાય કરવામાં ઘણો સંતોષ અને ખુશી મળે છે. પોતાના પિતા ગુમાવ્યા બાદ ગૌરવભાઈ આજે આવા દરેક નિ; સહાય વૃદ્ધોને પોતાના પિતા મણિ તેમની સાચા અર્થમાં સેવા કરે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *