Surat:પેટ્રોલ પંપ પર ૭૦ ગેસ સિલિન્ડર ભરેલા આઈસર ટેમ્પોમાં આગ લાગતા નાસભાગ:ઘટના સીસીટીવીમા કેદ
સુરતમાં પેટ્રોલ પંપ પર ૭૦ ગેસ સિલિન્ડર ભરેલા આઈસર ટેમ્પોમાં આગ લાગતા નાસભાગ: પેટ્રોલ પંપ ના કર્મચારીઓની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી
આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગને કાબુમાં લીધી
પેટ્રોલ પંપના કર્મચારીગભરાઈને ત્યાંથી નીકળી ગયા હોત તો ખૂબ મોટી ઘટના સર્જાઇ હોત અને મોટી જાનહાનિ પણ થઇ હોત.
સુરત શહેરના પાંડેસરા ભેસ્તાન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ડીઝલ ભરતી વેળાએ જ ૭૦ જેટલા ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીઓએ સહેજ પણ ડર્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકી આગને કાબૂમાં કરી લીધી. ફાયર બ્રિગ્રેડ વિભાગ દ્વારા આપવામાં આવેલ ટ્રેનિંગ અને પેટ્રોલ પંપના કર્મચારીઓની કાબિલેદાદ હિંમતને કારણે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી
ભેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ નગરમાં નાયરા પેટ્રોલ પંપ પર આજે સવારે આઠ વાગ્યાના અરસામાં એક આઇસર ટેમ્પો ચાલક ડીઝલ ભરવા માટે આવ્યો હતો. એક તરફ પેટ્રોપ પંપનો કર્મચારી આઇસર ટેમ્પો માં ડીઝલ ભરતો હતો ત્યારે બીજી બાજુ આઇસર ટેમ્પોમાં ક્લીનર સાઈડ પર બેટરીમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. જેથી ટેમ્પો ડ્રાઇવર અને ક્લીનર ગભરાઈને ત્યાંથી હટી ગયા હતા. બનાવને પગલે ફાયરબ્રિગ્રેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. .જો કે ફાયરના જવાનો આવે અને તે પહેલા આગ વધુ વક રે એ પહેલા જ પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર સેફટીના સાધનોથી આંગ પર કાબુ મેળવ્યો હતો. જેને પગલે મોટી દુર્ઘટના તળી હતી. પેટ્રોલ પંપ પર ટેમ્પામાં લાગેલા આગના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામ્યા છે.
બનાવની જાણ થતા જ ફાયર ઓફિસર હિતેશ પાટીલ અને તેનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ નાયરા પેટ્રોલ પંપ ના કર્મચારીઓ દ્વારા જ આગને કાબુમાં કરી લેવામાં આવી હતી. જેથી હિતેશ પાટીલે નાયરા પેટ્રોલ પંપના કર્મચારીઓને શાબાશી આપી તેમની પીઠ થાબડી હતી. આ ઉપરાંત હિતેશ પાટીલે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તમામ પેટ્રોલ પંપના કર્મચારીઓને અલગથી ટ્રેનીંગ આપવામાં આવી છે અને આવી કોઈ ઘટના બને ત્યારે ગભરાવાની જગ્યાએ કેવી રીતે સૂઝબૂઝથી કામ લેવું તે અંગે સમજણ આપવામાં આવી છે. જે આજે ખરા અર્થમાં કામ આવી હતી.
સિલિન્ડર ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત
સિદ્ધાર્થ નગરમાં પેટ્રોલ પંપ પર ડીઝલ ભરતી મેળાએ જે આઇસર ટેમ્પો માં આગ લાગી તે આઇસર ટેમ્પો એચપી ગેસ કંપનીનો હતો અને ટેમ્પો ની અંદર ૬૦ થી ૭૦ જેટલા ગેસ સિલિન્ડર ભરેલા હતા. જો સહેજ પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત અને આ જીવતા બોમ્બ સમાન સીલ્ડરો ફાટ્યા હોત તો સમગ્ર વિસ્તાર ધણ ધણી ઉઠ્યો હોત અને મોટી જાનહાનિ પણ થવા પામી હોત. એટલું જ નહીં એક તરફ ગેસ સિલિન્ડરો ભરેલો ટેમ્પો ત્યારે બીજી તરફ પેટ્રોલ પંપ પર જ આ ઘટના બની હતી. જેથી પેટ્રોલ પંપમાં પણ આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.