હોળી પર્વ પર મોદીનો જાદુ : કાપડ વેપારીઓએ મોદી પર તૈયાર કર્યું અનોખું ગીત
તહેવારોનો પર્વ ગણાતા ભારતમાં હવે હોળી ધુળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે. સમગ્ર દેશવાસીઓ રંગોના આ પર્વને ખૂબ જ ઉત્સાહ સાથે માણે છે.ખાસ કરીને હોળી નો પર્વ રાજસ્થાન અને દેશના અલગ અલગ શહેરોમાં રહેતા રાજસ્થાની પરિવારોઓ તેની ઘામઘુમ પૂર્વક ઉજવણી કરતા હોય છે. હોળીના પંદર દિવસ પહેલેથીજ હોળીના ગીતો સાથે નુત્ય કરી પારંપરિક રીતે પર્વની ઉજવણી કરે છે ત્યારે આ ઉજવણી દરમિયાન સુરતના એક ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી મોદી પર ગીત તૈયાર કરાયું છે. અને તેને હોળી ગીતો માટે આયોજિત કાર્યક્રમ ગાય તેના પર નૃત્ય કરી સૌ કોઈને ઉત્સાહિત કર્યા હતા.
જુઓ વિડીયો :
View this post on Instagram
સુરતમાં વસતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક વેપારીઓએ તેમની આ પરંપરાને જાળવી રાખવા માટે “હોલી દીવાના”નામનું એક ગ્રુપ બનાવ્યું છે અને આ ગ્રુપના મેમ્બર દરરોજ રાતના સમયે અલગ અલગ સ્થળોએ આયોજિત કાર્યક્રમમાં જઈ પરંપરાગત વેશ ધારણ કરી હોળીના ગીતો ગાય તેના પર નૃત્ય કરે છે.ત્યારે હાલમાં આ કાપડના વેપારીઓ હોળીને ધ્યાનમાં રાખી PM મોદી માટે અનોખું ગીત તૈયાર કર્યું છે.અને આ ગીત પર તેઓએ કાર્યક્રમ દરમિયાન નૃત્ય કરી સૌ કોઈને ઝુમાવ્યા પણ હતા. આ ગીતમાં તેઓએ પીએમ મોદીના ભરપેટ વખાણ કરતા આખી દુનિયા પર મોદી ભારી છે તેમ જણાવ્યું છે.આ ઉપરાંત રશિયા વચ્ચે યુદ્ધ વિરામ કરાવે તેવી પણ તેમણે માગ કરી છે. પીએમ મોદી પર લખાયેલું ગીત અને તેને હોળીના પર્વ પર અને હોળીના ગીતો પર ગાય હોલી દીવાના ગ્રુપ દ્વારા કાર્યક્રમમા હાજર સૌ કોઈને ઉત્સાહિત કરી દીધા હતા.
હોલી દીવાને ગ્રુપના સભ્ય અને ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારી ઓળખાતા અતુલ મોહતા જણાવે છે કે ગ્રુપના તમામ સભ્યો પીએમ મોદી અને તેમના કાર્યોથી ખૂબજ પ્રભાવિત છે અને તેમના પ્રસન્ન છે માટે તેઓએ કંઈક અલગ કરવા માટે અને એક યાદગીરી રૂપે મોદી પર આ ગીત લખ્યું હતું અને તેને કાર્યક્રમમાં રજૂ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ગીત સાંભળનાર સૌ કોઈને પણ તે ખૂબ જ ગમ્યું હતું.
હોલી દીવાના ગ્રુપ બનાવવા પાછળનો હેતુ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજસ્થાની પરિવારોમાં હોળીનું ખૂબ જ મહત્વ હોય છે. તેઓ દ્વારા ફાગણના પ્રારંભથી જ નૃત્ય અને ગીતોનો માહોલ સાથે પારંપરિક રીતે હોળીની ઉજવણી શરૂ કરવામાં આવે છે.. ત્યારે આજની પેઢીમાં પારંપરિક રીતરિવાજો અંગે જાગૃતિ આવે તે માટે છેલ્લા પાંચ વર્ષથી તેઓએ આ હોલી દીવાના ગ્રુપ બનાવ્યું છે. જેમાં 18 થી 35 વર્ષના યુવકો છે અને તે તમામ કાપડ વેપારીઓ છે. જેવો મહાશિવરાત્રી પછી હોળીના ગીતો અને નૃત્યની પ્રેક્ટિસ કરતા હોય છે. અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ આયોજિત કાર્યક્રમમાં જઈ તેઓ માથે સાફો અને કુર્તા ધોતી પહેરી પારંપરિક રીતે રાજસ્થાનીઓના પ્રિય તહેવાર હોળીના ગીતો ગાતા હોય છે.