Surat:બાળકના જન્મના થોડા સમય પહેલાજ નવમા માળેથી પટકાતા યુવકનું મોત

0

સુરતના પાલ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો એક યુવક અચાનક નવમા માળેથી પટકાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબો એ યુવકને મૃત ઘોષિત કર્યો હતો. ઘટનાની જાણ થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહારનો વતની અને રોજગારી અર્થે સુરત આવેલો ૩૦ વર્ષીય યુવક મુસફિક આલમ પાલ વિસ્તારના યુનિવર્સલ બિલ્ડીંગની બાજુમાં રહેતો હતો.અને તે યુનિવર્સલ બિલ્ડિંગમાં જ નવમા માળે કામકાજ કરતો હતો.દરમિયાન નીચે ફટકાયો હતો.જેથી તેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. મૂળ બિહારમાં આવેલા પુરણીયા જિલ્લાના ચોચામૌજા ગામનો વતની છે. યુવક કામ કરતો હતો તે દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર પણ ગમગીન થઈ ગયું હતું.

વધુ મા જાણવા મળ્યું છે કે મૃતક મુસફિક આલમ નામના યુવકના એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા. સૌથી વધુ દુ:ખદ બાબતે છે કે તેની પત્ની ગર્ભવતી છે અને પાંચ દિવસ બાદ ડોક્ટરે તેને ડિલિવરી માટેની તારીખ આપી છે.જો કે બાળકનો જન્મ થાય તે અને તે બાળકનું મોઢું જુએ તે પહેલા જ મોતને ભેટ્યો છે.પતિના મોત બાદ ગર્ભવતી પત્ની સહિત પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ કાર્યવાહી શરૂ કરી છે. યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ આવ્યા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *