સચિનમા વિધર્મી નરાધમે બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી

0

સુરતના સચિન વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પડોશમાં જ રહેતા અને અવારનવાર ઘરે આવતા વિધર્મી યુવકે બાળકીને દુકાને લઈ જવાને બહાને લઈ ગયા બાદ મોડે સુધી પરત ન ફરતા બાળકીના પરિવાર એ તેની શોધખોળ કરી હતી જ્યાં બાળકી હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ તળિયેની જમીન સરકી ગઈ હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા સચિન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગણતરીના સમયમાં જ બાળકી સાથે બળાત્કાર કરી તેની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સચિન પોલીસના જણાવ્યા મુજબ સુરતના સચિન વિસ્તારમાં રહેતા હળપતિ સમાજની એક બે વર્ષની બાળકી સાથે મજૂરી કામ કરતા 20 વર્ષીય યુસુફ ઉર્ફે ઇસ્માઇલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ નરાધમ અવારનવાર બાળકીના ઘરે આવતો જતો હતો જેથી પરિચિત હોય ગતરાત્રિએ તે બદઇરાદે બાળકીને તેના ઘરેથી દુકાને લઈ જવાને બહાને લઈ ગયો હતો. રાત્રિના આઠ વાગ્યે ઇમ્તિયાઝ બાળકીને લઈ ગયો હતો પરંતુ મોડી રાત સુધી તે પરત ન ફરતા બાળકીના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બાળકીને શોધવા નીકળેલા પરિવાર અને પડોશીઓને બાળકી કપલેટા ગામ તળાવ નજીક અવાવરું જગ્યાએથી મળી આવી હતી. જોકે બાળકી મૃત હાલતમાં હોય અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઘટના અંગે સચિન પોલીસને જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બાળકીના મૃતદેને પોસ્ટમોટમ અર્થે ખસેડી હતી. તો બીજી તરફ બાળકીના પરિવારની ફરિયાદને આધારે પોલીસે નરાધમ યુસુફ ઉર્ફે ઇસ્માઇલની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *