Surat: વેપારીને લકઝરી બસમાં ભેટી ગયેલો ઠગબાજ કેફી બીસ્કટ ખવડાવી ૧.૯૪ લાખના દાગીનાની લૂંટ ચલાવી
શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા અને તાડપત્રીનો વેપારી કરતો વેપારી અમદાવાદમાં રામદેવ પીરની બીજ ભરવા માટે ગયો હતો. બીજ ભરીને તે સુરત લકઝરી બસમાં પરત આવતો હતો ત્યારે તેણે કોઈજણાયો ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. પાલેજ ન્યુ ક્ષમા હોટલથી ભટકાયેલા ઠગબાજે યુવાનને વાતોમાં વિશ્વાસમાં લઈ કેફી પદાર્થવાળું પાર્લેજી બિસ્કીટ ખવડાવી બેભાન કરી દીધો હતો અને બાદમાં તેના શરીર પર પહેરેલા રૂપિયા ૧.૯૪ લાખના મતાના દાગીના લૂંટી ફરાર થઇ ગયો હતો. વરાછામાં રેશમભવનના બસ ર્પાકિંગમાં વેપારી બસમાંથી બેભાન મળતા તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે વરાછા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ આદરી છે.
બનાવની વિગત એવી છે કે ઈચ્છાપોર જયરાજ સોસાયટીમાં રહેતા વાલ્મીકભાઈ ચંદનભાઈ મહેશ્વરી ઈચ્છાપોરમાં માધવ પ્લાસ્ટીકના નામે તાડપત્રીની દુકાન ધરાવે છે. વાલ્મીકભાઈ ગત તા ૩૦મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે રામાપીરની બીજ ભરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત રાત્રે લક્ઝરી બસમાં બેસી સુરત આવી રહ્યા હતા. બસમાં વાલ્મીકભાઈ સાથે અજાણ્યો બાજુમાં બઠો હતો. અજાણ્યાએ ચાલુ બસ મુસાફરી દરમ્યાન વાલ્મીકભાઈ વિશ્વાસમાં લીધા બાદ પાલેજ ખાતે ન્યુ ક્ષમા હોટલ પાસેથી બસમાં કેદ્રી પ્રદાર્થ વાળી ઘેન્યુક્ત પાર્લેજી બિસ્કિટ ખવડાવી હતી. બિસ્કિટ ખાતા જ તેમના હાથમાંથી સોનાની વીટી, સોનાના પેન્ડલ સાથેની ચેઈન, તેમજ રોકડા ૧૬ હજાર મળી કુલ રૂપિયા ૧,૯૪,૫૦૦ના મતાની લૂંટી ફરાર થઈ ગયો હતો. બસ વરાછા રેશમભવનના પાર્કિમાં પહોચ્યા બાદ પણ વાલ્મીકભાઈ બેભાન હતા. આ દરમ્યાન તેમના મોબાઈલમાં પરિવારનો ફોન આવતા અજાણ્યા ઈસમે ફોન રીસીવી કરી તેઓ બેભાન હોવાનુ કહેતા પરિવાર સ્થળ પર પહોંચી ગયો હતો અને વાલ્મીકભાઈને
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાદમાં તેઓ ભાનમાં આવતા તેઓએ વરાછા પોલીસ મેઘકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.