Surat : જહાંગીરપુરામાં વિદ્યાર્થીએ મહિલા તબીબ પર ગુજાર્યો બળાત્કાર
એક દિવસ ઋષિકેશ ડોકટરને મળવા તેણીના ઘરે ગયો હતો. આ સમયે તે ઘરમાં એકલી હતી. જે તકનો લાભ ઉઠાવી ઋષીકેશે તેના પતિ અને દીકરાને જાનથી મારી નંખવાની ધમકી આપી તેની મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને ક્લિનિક ચલાવતી મહિલાને તેના જ જીમમાં આવતા વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો. જેથી મહિલા તબીબે તેને મળવા માટે બોલાવ્યો હતો. મહિલા તબીબ ઘરમાં એકલી હતી તેનો લાભ ઉઠાવી વિદ્યાર્થીએ તેણીના પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે મોબાઈલમાં બીભત્સ ફોટા પાડી તેના પતિને બતાવી દેવાની ધમકી આપી બીજી વાર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ મહિલા તબીબ તાબે ન થતા અવારનવાર તેણીને ધાકધમકી આપી છેલ્લા એક વર્ષથી હેરાન પરેશાન કરતા તેણીએ ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા ડોકટર જહાંગીરપુરામાં જ ક્લીનીક ધરાવે છે. ડોકટરનો ઓક્ટોબર ૨૦૨૦માં જીમમાં ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોલંકી (રહે, જુની જજીસ કોલોની રામનગર સરકારી વસાહત રાંદેર) સાથે પરિચય થયો હતો. મહિલા ડોક્ટર જે જીમમાં જતી હતી તે જ જીમમાં ઋષિકેશ પણ જતો હતો.
ઋષિકેશએ જીમના ગ્રુપમાંથી મહિલા ડોકટરનો મોબાઈલ નંબર મેળવી ફોન કરવાનું શરુ કર્યું હતું. એક દિવસ ઋષિકેશ ડોકટરને મળવા તેણીના ઘરે ગયો હતો. આ સમયે તે ઘરમાં એકલી હતી. જે તકનો લાભ ઉઠાવી ઋષીકેશે તેના પતિ અને દીકરાને જાનથી મારી નંખવાની ધમકી આપી તેની મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ઋષિકેશએ તેના મોબાઈલમાં ડોકટરના બિભત્સ ફોટા અને વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ પતિને બતાવી દેવાની ધમકી આપી બ્લેક મેઈલ કરી નવેમ્બર માસમાં ફરીથી બળાત્કાર કર્યો હતો.
ડોકટરે ઋષિકેશ સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા હોવા છતાંયે એક વર્ષથી અવાર નવાર ફોન કરી તેમજ ક્લીનીક જાય ત્યારે પીછો કરી જાહેરમાં ગાળો આપી ધમકી આપતો હતો. જેથી આખરે કંટાળીને મહિલા ડોકટરે ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ઋષિકેશ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.