Surat: હડકવાના લક્ષણો દેખાયા બાદ છ વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત

0

છ મહિના પૂર્વે પડી જતાં બાળકીને ઈજા થઈ હતીઃ ઘા પર કુતરાની જીભ લાગતાં હડકવા થયો હોવાનું અનુમાન

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા એન કરડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યું છે. મોટાભાગના બનાવોમાં કુતરાઓ દ્વારા નાના બાળકોને કરડવામા આવ્યા છે. આ વચ્ચે એક વિચિત્ર કિસ્સો આમે આવ્યો છે.પાલનપુર જકાતનાકા વિસ્તારમાં છ મહિના પહેલા ચાલતા ચાલતા પડી ગયેલી બાળકીને કપાળના ભાગે ઈજા થઇ હતી.ત્યારે ઘા ઉપર કુતરાએ ચાટી લેતા તેની લાર બાળકીના કપાળના ઘા માં પ્રવેશી હતી.જોકે આ બનાવના છ મહિના પછી બાળકીમાં રૅબીઝ (હડકવાના ) લક્ષણો દેખાવવા લાગતા તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયા આજે વહેલી સવારે બાળકે દમ તોડ્યો હતો.

 

પાલનપુર જકાતનાકા ખાતે આવેલ સંત જ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતા જૈનીશભાઈ ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે તેમનીએકની એક પુત્રી છ મહિના પહેલા ચાલતા ચાલતા પડી ગઈ હતી.ત્યારે તેની પાછળ કુતરો દોડ્યો.હતો જોકે કૂતરો કરડે તે પહેલા મેં એને ભગાડી દીધો હતો.અને ત્યારે જરૂરી સા૨વા૨ તેમજ ઇન્જેક્શન પણ અપાયું હતું.જોકે બે દિવસથી તેની તબિયત અચાનક વધુ ખરાબ થઇ ગઈ હતી.હડકવાના લક્ષણો દેખાવવા લાગ્યા હતા.જેથી તેને સૌપ્રથમ એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ ત્યાંના ડોક્ટરોએ પણ રૅબીઝ હોવાનું જણાવ્યું હતું જેથી ગઈ કાલે બપોરે સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અહીંયા બાળકીને પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.અને વેન્ટિલેટર ઉપર રાખી હતી.જયા સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું.એકની એક બાળકીના મોતને પગલે પરિવારમાં શોકની કાલિમા છે.

જૈનિશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે છ મહિના પહેલા જયારે તેમની પુત્રી પડી ગઈ હતી ત્યારે તેને કપાળમાં ઈજા થઇ હતી.તેની પાછળ કૂતરું પણ દોડ્યું હતું. પરંત ત્યારે મેં કૂતરાને ભાગાડી દીધો હતો. કુતરાને કરડવા પણ નહિ દીધું હતું પરંતુ એ ઘટનાના છ મહિના પછી બાળકીને રૅબીઝ (હડકવા ) જેવા લક્ષણો દેખાવવા લાગ્યા હતા,મતલબ કે તે પાણીથી હવાથી ડરી રહી હતી, ઘબરાવવા લાગી હતી.વિગેરે.આ લક્ષણો જોઈને પ્રાઇવેટ હોસ્ટિલના ડોક્ટરોએ પણ તેનું બચવું શક્ય નથી તેવા જવાબ આપી દીધા હતા.પરંતુ એક આશા સાથે તેને સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકીને કૂતરાએ કરડ્યું ન હતું.પરંતુ રૅબીઝનાં લક્ષણો જોવા મળ્યાં હતા.આ લક્ષણો પરથી એવી શંકા છે કે બાળકી જયારે પડી ગઈ હતી અને તેને કપાળમાં ઈજા થઇ હતી.ત્યારે તેની પાછળ દોડેલા કૂતરાએ તેના ઘા ઉપર ચાટી લીધું હતું. અને તેની લાળ તેના ઘા માં પ્રવેશના લીધે તેને રૅબીઝ થયું હોય .

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *