AAP ના સંગઠનમાં મોટો ફેરફાર:ઇશુદાન ગઢવીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા

0

રાષ્ટ્રીય પક્ષ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનમાં ફેરફારો કર્યા છે.ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ-ઈન્ચાર્જ અને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ બનાવાયા છે. આ સાથે જ ઇશુદાન ગઢવીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પૂરા જોશથી લડનાર આમ આદમી પાર્ટીએ સંગઠનમાં મોટો ફેરફાર કરતા પક્ષના નેતા ઇસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ઈશુદાન ગઢવી ગુજરાત ચૂંટણીમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. પાર્ટીએ સંગઠનમાં મોટો ફેરફાર કર્યો અને રાષ્ટ્રીય ટીમના સ્થાને વર્તમાન પ્રમુખ ગોપાલ ઇટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવ્યા. ગોપાલ ઈટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. ઇસુદાન ગઢવી પત્રકારત્વ છોડીને રાજકારણમાં પ્રવેશ્યા હતા. ઇસુદાન ગઢવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષનો મુખ્ય ચહેરો હતા, જોકે તેઓ દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત સાથે AAP સંગઠનમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPને પાંચ બેઠકો મળી છે, જ્યારે ભાજપને 156 અને કોંગ્રેસને 17 બેઠકો મળી છે.

પાર્ટીમાં ફેરબદલ કરીને, પાર્ટીએ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધારાસભ્ય ચૈતર વસાવાનું કદ વધાર્યું છે, જેઓ દેડિયાપાડાથી ચૂંટણી જીતીને લાઇમલાઇટમાં હતા. પાર્ટીએ સંગઠનની કમાન ઇસુદાન ગઢવીને સોંપી છે તો બીજી તરફ રાજ્યના ચારેય ઝોનમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે અલ્પેશ કથીરિયાની નિમણૂક કરવામાં આવી છે. અલ્પેશ કથીરિયાને સુરત ઝોનના પ્રદેશ કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. તો દક્ષિણ ગુજરાત ઝોનની કમાન ચૈતર વસાવાને અને સૌરાષ્ટ્ર ઝોનની કમાન જગમાલ વાલાને સોંપવામાં આવી છે.  પાર્ટીએ ઉત્તર ગુજરાતની જવાબદારી ડો.રમેશ પટેલને, મધ્ય ગુજરાતની જવાબદારી જ્વેલ વસરાને અને કચ્છ ઝોનની કમાન કૈલાશ ગઢવીને સોંપી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *