કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પડ્યો ભુવો : વાહનચાલકોને પડી ભારે હાલાકી
સુરતમાં થોડો વરસાદ પણ વહીવટીતંત્રની નબળી કામગીરીને છતી કરે છે. કાપોદ્રા(Kapodra) મુખ્ય માર્ગ પર ગોચર પાસે ખાડો પડી ગયો હતો. જેથી બેરીકેટીંગ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કાપોદ્રા ગોચર પાસે મુખ્ય માર્ગ પર ખાડો પડી ગયો હતો. આવી સ્થિતિમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. ખાડાની ઉંડાઈ 7 થી 8 ફૂટ છે. અગાઉ પણ આ જ જગ્યાએ ખાડો પડી ગયો હતો. સાથે સાથે પાણીના પડની વ્યવસ્થામાં પણ બેદરકારી સામે આવી છે. બેરીકેટીંગ કરીને જ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
આ રોડ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. કાપોદ્રા ચાર રસ્તા એ વરાછાનો મુખ્ય માર્ગ છે. મ્યુનિસિપલ વહીવટીતંત્ર યોગ્ય રીતે કામ કરતું ન હોવાને કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે છતાં નક્કર કામગીરી કરવામાં આવતી નથી. રોડ પર ખાડા પડવાના કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. રોડ પર ટ્રાફિક જામના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્રએ ખાડાવાળા વિસ્તારને બેરીકેટીંગ કરીને વાહનવ્યવહાર ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે.