સુરતના જ્વેલરે ચાંદીમાંથી બનાવી રામ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ, જોઈને અંજાઈ જશે આંખો
અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.અને આ રામ મંદિરના દર્શન કરવા વર્ષોથી રાહ જોઈ રહેલા ભક્તો માટે હવે રાહની ઘડીઓ નજીક આવી રહી છે.રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને 50 ટકા થી વધુ કામ પૂર્ણ થયું ગઈ છે.પરંતુ રામ મંદિર નું નિર્માણ થાય અને ભક્તો ત્યાં દર્શન કરવા પહોંચે તે પહેલા સુરતના એક જ્વેલર્સ એ ચાંદીમાંથી આબેહૂબ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે અને તે પ્રથમ નવરાત્રી થી દર્શન કરી શકાય તે માટે લોકો માટે મુકવામાં આવશે
સુરતના એક જાણીતા જ્વેલર્સ દ્વારા રામ મંદિરની અલગ અલગ ચાર પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે.જે ચાંદીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.એટલું જ નહિ પણ સાથેજ ચાંદીના રામ પણ બનાવવામાં આવ્યા છે.ચાંદીમાંથી બનાવવામાં આવેલ આ રામમંદિરની અલગ-અલગ ચાર પ્રતિકૃતિ બનાવી છે. જેમાં 600 ગ્રામ, 1.250 કિલો, 3.500 કિલો, પાંચ કિલોના મંદિર બનાવવમાં આવ્યા છે.અને તેની કિંમત 70 હજારથી લઈને 5 લાખ 7 સુધીની છે. મંદીરની આ પ્રતિકૃતિ રામનવમી નિમિત્તે બનાવવામાં આવી છે અને તેને પ્રથમ નવરાત્રિથી લોકોના દર્શન માટે મૂકવામાં આવશે.
જ્વેલર્સ દિલીપ ચોકસીએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હાલ અયોધ્યામાં જે રામ મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ચાંદીનો દાન લોકો દ્વારા કરવામાં આવ્યું છે તેથી અમને પણ થયું કે લોકોને રામ મંદિરની પ્રતિકૃતિ ચાંદીમાં જોવાની ગમશે અને અમે તેને ચાંદીમાં બનાવવાનો નિર્ણય કર્યો.પરંતુ આટલું મોટું મંદિર બનાવવું થોડું મુશ્કેલ હતું પરંતુ લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને તેના માટે
પહેલા અમે લાકડામાં મંદિર તૈયાર કર્યું, ત્યારબાદ તેમાં સુધારો કરીને આખરે એક ડિઝાઇન ફાઇનલ કરી જે આબેહુબ મંદિર જેવી જ છે.જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલ આ રામ મંદિરની પ્રતિકૃતિ જોઈ ખરીદી કરવા માટે આવતા લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.અને તેઓને પણ ચાંદીમાં તૈયાર કરવામાં આવેલ આરામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ પહેલી નજરમાં જ આકર્ષિત કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે દરેક રામ ભક્ત મંદિર નિર્માણની પ્રગતિ માટે ઉત્સુક છે. તમામ રામ ભક્તની ઈચ્છા છે કે ભગવાનનું ભવ્ય મંદિર નું નિર્માણ કાર્ય જલ્દી પૂર્ણ થાય અને તે તેના દર્શન કરી શકે પણ સાથે જ સુરતના આ જ્વેલર્સ છે ચાંદીમાંથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી ભક્તોને રામ મંદિરના દર્શન કરાવ્યા છે.