Surat:પાંડેસરામા અસામાજિક તત્વો બેફામ: સામાન્ય બોલાચાલીમાં મિત્ર પર ચપ્પુ વડે હુમલો
પાંડેસરા વિસ્તારમાં માથાભારે ઈસમોની અંદરો અંદરની બબાલમાં એક પર જીવલેણ હુમલો, ઘટના સીસીટીવી મા કેદ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.જ્યા પાંડેસરા બમરોલી રોડ તેરેનામ ચોકડી નજીક માથાભારે વ્યક્તિના બર્થ ડે સેલિબ્રેશન દરમ્યાન સામાન્ય બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેમાં એક ઇસમ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમા જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે.જ્યા બમરોલી રોડ તેરે નામ ચાર રસ્તા નજીક પૂખ્યાત બુટલેગર અને મર્ડરનો આરોપી રહી ચૂકેલો નરેશ પાણીગ્રહીનો જન્મ દિવસ હોઈ તેના મિત્ર પીન્ટુ,સૌરભ શમશેરશિહ સહિત અન્ય માથાભારે ઈસમો મળી નરેશનો જન્મ દિવસ ઉજવી રહ્યા હતા.ત્યારે આ બર્થ ડે પાર્ટીમાં અંદોરો અંદર મિત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને આ સામાન્ય બોલાચાલીમાં તેઓ વચ્ચે ઝઘડો થયો હતો.જેને કારણે બર્થ ડે પાર્ટી બાદ નરેશ, પીન્ટુ સહિત અન્ય ઇસમ એ મળી સૌરભ શમશેરશિહને માર મારી તેના પર ચપ્પુ વડે જીવલેણ હમલો કર્યો હતો.
પાંડેસરા તેરેનામ ચોકડી નજીક રાત્રિના સમયે થયેલ મારામારીના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે ચાર વ્યક્તિઓ ઊભા હોય છે તે દરમિયાન બાઈક અને મોપેડ પર સાતથી આઠ લોકોનું ટોળું ધસી આવે છે અને તમામ લોકો સામસામે મારામારી કરતા જોવા મળે છે. અને થોડી ક્ષણોમાં બાઈક પર આવેલા હિસ્સામાં પાછા નીકળી જાય છે ત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે પરંતુ હજી સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.
સુરતના પાંડેસરામાં વધતી જતી ગુનાખોરીને પગલે પોલીસ સામે પણ સુરક્ષાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે પાંડેસરા વિસ્તારમાં હત્યા લૂંટ ચોરી અને જીવલેણ હુમલાના પ્રયાસો હવે સામાન્ય બની ગયા છે. ત્યારે પોલીસ આવા સામાજિક તત્વો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.