પાંડેસરામા 15 વર્ષીય કિશોરી બાથરૂમમાંથી રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવી

0

સુરત પાંડેસરા વિસ્તારમાં એક 15 વર્ષીય કિશોરી બાથરૂમ માંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. જેની સિવિલ હોસ્પિટલમાં સારવારથી લઈ જવાતા રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. ફરજ પર હાજર તબીબોને કિશોરીના ગળા ઉપર ફાંસો ખાધો હોય એવા નિશાનો મળી આવ્યા હતા. જેને પગલે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી બાળકીના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૂળ બિહાર છપરા જિલ્લામાં આવેલા બસાઈ ગામના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં રહેતા પરમાત્મા પાંડે કડોદરાની ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં નોકરી કરેછે. તેમના પરિવારમાં પતી બે પુત્રી અને એક પુત્રછે. જે પૈકી ૧૬ વર્ષિય પુત્રી સુપ્રિયા ઉધનાની સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરે છે. સુપ્રિયા બપોરે ગરમી વધારે હોવાથી સાંજે નાહવા ગઈ હતી જો કે ૪૫ મિનિટ વીત્યા બાદ પણ તે બહાર ન આવતા તેના ભાઈએ દરવાજો ખટખટાવ્યો હતો. સુપ્રિયાએ અંદરથી કોઈ જવાબ નહિ આપતા ભાઈએ પિતાને જાણ કરી હતી. તેના પિતાએ દરવાજો તોડતા સુપ્રિયા બેભાન અવસ્થામાં ગળામાં દુપટ્ટો બાંધેલી હાલતમાં બાથરૂમમાં પડી હતી. પરંતુ દુપટ્ટો ઉપર કોઈ પણ વસ્તુ સાથે બાંધેલો ન હતો.

દુપટ્ટા સાથે બેભાન અવસ્થામાં મળી આવેલી સુપ્રિયાને તેનો પરિવાર સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. હાલ બનાવને આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.બનાવને પગલે પાંડેસરા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *