Surat: ગેસ ગૂંગળામણથી 14 વર્ષની બાળકીનું મોત, મહિલા સહિત ત્રણ બાળકો સારવાર હેઠળ
સુરત ના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં ગેસ લીકેજની ઘટના બનતા એક 14 વર્ષીય કિશોર કિશોરીનું મોત નિપજ્યું છે. રાત્રિના સમયે પરિવાર નીંદર માણી રહ્યો હતો અને તે દરમિયાન ગેસ લીકેજ થતા 5 લોકો થયા બેભાન થયા હતા. જ્યા આ તમામ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કિશોરીનું મોતનું પડ્યું છે જ્યારે અન્ય ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં યુપી વાસી મુનકિત યાદવ તેમના પરિવાર સાથે રહે છે.ત્યારે ગતરોજ તેઓ નાઈટ શિફ્ટમા નોકરી પર ગયા હતા તે દરમ્યાન તેમની પત્ની અને ત્રણ બાળકો ચાર વર્ષની દેવાંશી, બે વર્ષની નેન્સી અને દસ વર્ષીય ચંદન તેમજ તેમના મોટા ભાઈ શ્રીકાંત યાદવની 14 વર્ષીય પુત્રી અંજલી ઘરે આવી હોઈ આ આખો પરિવાર સુઈ રહ્યા હતા.તે દરમિયાન એલપીજી ગેસ સિલિન્ડર માંથી લીકેજ થયું હતું. અને ઘરમાં હાજર પાંચ એ લોકો બેભાન થઈ ગયા હતા.
દરરોજ સવારે ઊઠીને ઘરમાં કામ કરતી મહિલાએ દરવાજો ન ખોલતા પડોશીઓને ચિંતા થઈ હતી. અને દરવાજો ખખડાવ્યો હતો. જો કે તેમ છતાં પણ દરવાજો ન ખોલતા પડોશીઓ અને શ્રીકાંત યાદવએ મળી દરવાજો તોડી નાખતા પાંચ એ લોકો ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેથી તાત્કાલિક આ તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ધોરણ આઠમા અભ્યાસ કરતી 14 વર્ષીય અંજલી નું મોત નીપજ્યું હતું મહિલા સહિત ત્રણ બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અંજલી નું મોત થતા તેના પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી જીદ કરીને ત્યાં સુવા ગઈ હતી અને તેને મોત મળ્યું હતું.ઘટનાને પગલે યાદવ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.