હાર્ટએટેકથી મોતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો,સુરતમા 14વર્ષના કિશોરનું હૃદયની બીમારીથી મોત
સુરત સહિત ગુજરાતમાં યુવાનોના અચાનક ઢળી પડ્યા બાદ મોત થવાના બની રહેલા ચિંતાજનક બનાવો વચ્ચે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ૧૪ વર્ષીય જય ગાંધી નામનો કિશોર અચાનક ઢળી પડતાં તેને ખાનગી હોસ્પીટલ લઈ જવાતા તબીબે મૃત ઘોષિત કર્યો હતો.ત્યાર બાદ તેને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા હદયની બીમારીને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક પીએમ રિપોર્ટના આધારે તબીબે શક્યતા દર્શાવી હતી.
માહીતી મુજબ મૂળ મહેમદાબાદનો અને હાલ વરાછા અંકુર સોસાયટીમાં રહેતા અરુણ ગાંધી ડ્રાઈવીંગ કરી પત્ની અને સંતાનોનું ગુજરાન ચલાવે છે. અરૂણ ગાંધીનો14 વર્ષિય પુત્ર જય ગાંધી ગઈ કાલે પોતાના ઘરે બેભાન થઇ અચાનક ઢળી પડ્યો હતો જ્યાં તેને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પીટલ માં લઇ જવામાં આવ્યા તબીબે મૃત ઘોષિત કર્યો હતો.
ઘટનાની જાણ પોલીસને થતાં વરાછા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા સ્મીમેર હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું.. જે પીએમ રિપોર્ટ દરમિયાન જયનું મોત હૃદય રોગની બીમારી ઉ હોવાનું સામે આવ્યું હતું.
હાલ મૃતકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ બાદ સચોટ કારણ સામે આવશે. વધુમાં જાણવા મળ્યું હતું કે, જય વતનમાં ધોરણ-5માં અભ્યાસ કરી રહ્યો હતો. સુરતમાં આવ્યા બાદ પિતા જયના અભ્યાસની ફી ભરી શકતા ન હોવાથી તેણે અભ્યાસ છોડી દીધો હતો. પણ જયને કોઈપણ બીમારી ન હોવાનું પિતાએ જણાવ્યું હતું.