24 સપ્ટેમ્બરથી દોડશે નવી 9 વંદે ભારત એક્સપ્રેસ : અત્યારસુધી 25 ટ્રેનો દોડી રહી છે
સેમી હાઈ સ્પીડ 9 નવી વંદે ભારત (Vande Bharat) એક્સપ્રેસ 24 સપ્ટેમ્બરથી દેશમાં દોડવાનું શરૂ થશે. તેમાંથી ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ (સાબરમતી) વચ્ચે દોડશે. સાથે જ રાજસ્થાનના ઉદયપુર અને જયપુર વચ્ચે વંદે ભારત પણ શરૂ થશે. એક વંદે ભારત ભગવા રંગનું હશે. તે કેરળના કાસરગોડ જિલ્લા અને તિરુવનંતપુરમ વચ્ચે દોડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત શરૂ કરવાની તૈયારીઓ અંગે બેઠક કરી રહ્યા છે. ભારતીય રેલવેમાં અત્યાર સુધીમાં કુલ 25 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. હવે ટ્રેક પર આઠ કોચવાળી વધુ નવ ટ્રેનો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. વંદે ભારતની યાત્રા દિલ્હીથી વારાણસી સુધી શરૂ થઈ હતી.
તે ક્યાંથી શરૂ થશે
ગુજરાતમાં જામનગર અને અમદાવાદ વચ્ચેની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ઉપરાંત, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, પુરી-રૌરકેલા, તિરુનેલવેલી-ચેન્નઈ-એગમોર, કસરાગોડ-તિરુવંતપુરમ વાયા અલપ્પુઝા, હૈદરાબાદ (કાચેગુડા) – બેંગલુરુ (યસવંતપુર) , વંદે ભારત વિજયવાડા-ચેન્નઈ વચ્ચે દોડશે.