Surat: વીજ પુરવઠો પૂરો પાડવા બાબતે ફરીવાર DGVCL વિવાદમાં
વીજ માંગ પૂરી પાડવા લોકોએ સૂત્રોચાર સાથે નોંધાવ્યો વિરોધ
વીજ પુરવઠો પૂરો પાડવા બાબતે ફરી એક વખત ડીજીવીસીએલ વિવાદમા ઘેરાઈ છે. એક તરફ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની ઘટને કારણે કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ પુરવઠો પૂરો ન પાડતા મિલ અને ફેક્ટરી માલિકોને તો હાલાકી ભોગવી પડી રહી છે. પરંતુ કેટલાક રહેણાંક વિસ્તારમાં પણ નવા વીજ કનેક્શન ન મળવાની પણ ઘણી ફરિયાદો સામે આવી છે.ત્યારે બીજી તરફ સુરતના સાયણ વિસ્તારમાં આવેલ દેલાડ ફિલ્ડર છ દિવસ માટે બંધ કરવામાં આવતા 500 થી વધુ કાપડના કારખાનાના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.કાપડ બનાવનાર કારખાનેદારને 2 દિવસથી વીજળી ના મળતા કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડીજીવીસીએલ ની મુખ્ય કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડીજીવીસીએલની મુખ્ય ઓફિસ ખાતે 500 જેટલા વિવર્ષો એ હાજર રહી અને વિરોધ નોંધાવ્યો હતો ..સાયણ વિસ્તાર માં આવેલ ડેલાદ ફીડર છ દિવસ માટે બંધ કરવામાં આવતા જ કાપડ બનાવતા કારખાનેદાર માલિકો મુશ્કેલીમાં મુકાયા હતા.મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી વીજળી ના મળતા કાપડ બનાવનાર કારખાને દારો ની મુશ્કેલીમાં વધારો થયો હતો.વીજળીના હોવાના કારણે કારખાના બંધ રહેતા કારખનેદારો ને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.એવામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વીવર્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જે રીતે દેલાડ ફીડર બંધ રાખવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવી તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરી હતી.