Beauty Care : હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કર્યા વિના કુદરતી રીતે જ વાળને આ રીતે કરો સ્ટ્રેટ
દરેક મહિલા(Women) સુંદર દેખાવા માંગે છે, તેના માટે તે હંમેશા પોતાની ત્વચાની કાળજી રાખે છે. ત્વચાની સાથે વાળ પણ સુંદરતામાં વધારો કરે છે, તેથી મહિલાઓ ત્વચાની સાથે વાળની પણ કાળજી લે છે. સુંદર દેખાવા માટે મહિલાઓ હંમેશા અલગ અલગ હેરસ્ટાઈલ કરતી હોય છે. તેમજ મોટાભાગની મહિલાઓને સીધા વાળ ગમે છે. પરંતુ કેટલીક સ્ત્રીઓના વાળ વાંકડિયા હોય છે. આવી મહિલાઓને સીધા વાળ રાખવા ગમે છે
સીધા વાળ હંમેશા તમારી સુંદરતામાં વધારો કરે છે. તેમજ આ વાળ હંમેશા ચમકદાર સિલ્કી અને લાંબા લાગે છે. વાળને સ્ટ્રેટ કરવા માટે બજારમાં ઘણાં વિવિધ સાધનો ઉપલબ્ધ છે. હેર સ્ટ્રેટનરની જેમ આપણે આપણા વાળને સુકા અને સીધા કરી શકીએ છીએ. પરંતુ જેમની પાસે સ્ટ્રેટનર નથી તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે તમારા વાળ નેચરલ રીતે સ્ટ્રેટ કરી શકો છો.
દરરોજ રાત્રે હેર બન સાથે સૂઈ જાઓ. કારણ કે વાળને સીધા કરવા માટે આ સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તેથી જો તમારે સીધા વાળ જોઈતા હોય, તો ભીના વાળ ધોયા પછી પોનીટેલમાં બાંધો. આ તમારા વાળને સીધા કરવામાં મદદ કરે છે.