Gujarat રાજ્યમાંથી 40 હજાર મહિલાઓ ક્યાં ગાયબ થઈ?આ અંગે ગુજરાત પોલીસનું નિવેદન સામે આવ્યું
શું ગુજરાતમાં મહિલાઓ સામેના ગુના વધી રહ્યા છે? તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. જો કે હવે આ અંગે ગુજરાત પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, ગુમ થયેલી મોટાભાગની મહિલાઓ હવે ઘરે પરત ફરી છે અને તેમના પરિવાર સાથે રહી રહી છે.
ગુજરાત પોલીસે ટ્વિટ કર્યું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા સ્ત્રોતોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સ છે કે ગુજરાતમાં 5 વર્ષમાં 40,000 મહિલાઓ ગુમ થઈ છે. પોલીસે તેની તપાસ હાથ ધરી છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ મહિલાઓ પારિવારિક વિવાદ, પરીક્ષામાં નાપાસ અને અન્ય કારણોસર ઘર છોડીને નીકળી હતી. ગુમ થયેલા કેસોની તપાસમાં જાતીય શોષણ, માનવ અવયવોની તસ્કરી મળી નથી.
વર્ષ 2016-20 દરમિયાન કુલ 41,621 મહિલાઓ ગુમ થઈ હતી. તેમાંથી 39,497 (94.90%) મહિલાઓને શોધી કાઢવામાં આવી છે. આ મહિલાઓ તેમના પરિવાર સાથે રહેતી હોવાનું ગુજરાત પોલીસને જાણવા મળ્યું છે. ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, સ્થાનિક પોલીસ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર ગુમ થનાર કોઈપણ વ્યક્તિની તપાસ કરે છે. પછી આ ડેટા સંબંધિત વેબસાઇટ પર ફીડ કરવામાં આવે છે.
2017માં સાત હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ હતી
આંકડા દર્શાવે છે કે વર્ષ 2016માં સાત હજાર એકસો પાંચ મહિલાઓ ગુમ થઈ હતી. તે જ સમયે, વર્ષ 2017 માં પણ સાત હજાર 7712 થી વધુ મહિલાઓ ગુમ થઈ હતી. વર્ષ 2018માં 9246 મહિલાઓ ઘરેથી ગુમ થઈ હતી. તે જ સમયે, વર્ષ 2019 માં, 9268 મહિલાઓ ગુમ થઈ હતી. આ સિવાય વર્ષ 2020માં 8290 મહિલાઓ તેમના ઘરેથી ગુમ થઈ હતી.