સૂરતમાં બેફામ ટેમ્પા ચાલકે રીક્ષા અને યુવકને અડફેટે લેતાં અકસ્માત, જુઓ સીસીટીવી વિડિયો

0

સૂરતમાં બેફામ ટેમ્પા ચાલકે રીક્ષા અને યુવકને અડફેટે લેતાં અકસ્માત,

સુરત શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા છે અને તેને કારણે અવારનવાર અકસ્માતો ના બનાવ બનતા રહે છે ત્યારે ફરી એક વખત ઉધના રેલવે સ્ટેશન પાસે મનપાના ગાર્બેજ કલેક્શનની ગાડીના ચાલકે બેફામ વાહન હંકારી એક યુવક તેમજ રિક્ષાને અડફેટી લીધી હતી. અને આ અકસ્માતની ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઈ હતી.આ ઘટનામાં ઉધના પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન નજીક મનપાની કચરાના ટેમ્પા ચાલકે બેફામ વાહન હંકારતા અને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી દેતા ત્યાં પાર્ક કરેલ એક રીક્ષા અને દાણા ચણાની લારીવાળાને અડફેટે લીધો હતો.આ દરમ્યાન અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.જેમાં જોઈ શકાય છે કે એક ટેમ્પો ચાલક બેફામ હંકારી ને આવે છે. અને ત્યાં પાર્ક કરેલ રીક્ષા તેમજ એક યુવકને અડફેટે લે છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ બન્યો ન હતો. પણ અકસ્માતની આ ઘટનાના વિડિયો સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામ્યા છે.

અકસ્માતમાં બેફામ ટેમ્પા ચાલકે લારી લઈને ઘરે જઈ રહેલા ૪૫ વર્ષીય પવનકુમાર જયસ્વાલને અડફેટે લેતાં તેમને પેટ તેમજ માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.તો બીજી તરફ ઘટના બાદ લોકોએ વાહન ચાલક રામુ ઉર્ફે અંગ્રેજ બાબુલાલ ભીલને પકડી પોલીસને સોપ્યો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *