સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ: માવઠાની આગાહી યથાવત

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે બુધવારે સવારથી સુરતના વાતાવરણમાં ફરી પલટો આવવા સાથે ધૂપ-છાંવની સ્થિતિ વચ્ચે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવતા શુક્રવાર સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી વચ્ચે સુરતના તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ, સુરતમાં આજે બુધવારે સવારે લઘુત્તમ તાપમાન ઘટીને ૨૩.૩ ડિગ્રી નોંધાયું છે. જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી જળવાયેલું રહ્યું છે. આ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા નોંધાયું છે અને પવનની ગતિ અત્યંત મંદ છે.ગુજરાત, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સકર્યુલેશન સર્જાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને અનેક ઠેકાણે કમોસમી વરસાદ પણ પડ્યો છે તથા આગામી શુક્રવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed