Surat: પાંડેસરામાં 3માસ અને 9વર્ષની પુત્રી સાથે માતાએ ઝેર ગટગટાવ્યું 

0

પાંડેસરા વિસ્તારમાં આવેલા સતનારાયણ નગરમાં રહેતા પટેલ પરિવારની મહિલાએ પોતાની બે માસૂમ દીકરી સાથે ઝેર ગટગટાવતા સારવાર માટે નવી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં ત્રણ માસની પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પતિ સાથે દારૂ પીવા બાબતે બોલાચાલીમાં માઠું લાગી આવતા મહિલાએ આ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલા સતનારાયણ નગરમાં રહેતા દિનેશભાઈ પટેલ કાપડ માર્કેટ વિસ્તારમાં છૂટક મજૂરીનું કામ કરે છે. તેમના આઠ વર્ષ પહેલા અસ્મિતાબેન સાથે લગ્ન થયા હતા. હાલમાં આ દંપતીને સંતાનમાં બે પુત્રી છે જેમાં નવ વર્ષની રિતાંશુ અને ત્રણ માસની દિત્ય નામની પુત્રીનો સમાવેશ થાય છે. આજરોજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના બપોરે બે વાગ્યાના સમયગાળા દરમિયાન પરિણિતા અસ્મિતાએ પોતાના ઘરમાં પોતાની બે દીકરીઓ રિતાંશુ અને દિત્યને વાંદા મારવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી લીધી હતું.

ઘટના અંગે નીજાણ પામતા પતી દિનેશભાઈ પત્ની અને બંને પુત્રીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં માતા ૬-એ વોર્ડમાં દાખલ છે. જ્યારે બંને દીકરી પીઆઇસીયુ વોર્ડમાં દાખલ છે. જ્યાં નાની પુત્રીની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પતિ ને દારૂ પીવાની કુટેવ હોવાથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ માઠુંલાગી આવતા અસ્મિતાબેને વખ ઘોળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *