શહેરનાં તમામ મહાદેવ મંદિરોમાં રોશની અને ફુલોનો શણગાર કરાયોઃ બમ બમ ભોલેનાં નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા 

0

આજે મહાશિવરાત્રિ, શિવાલયોમાં આખો દિવસ અભિષેક થશે

૧૮મી ફેબ્રુઆરીને શનિવારે મહાશિવરાત્રિનું પર્વની ઉજવણીની શરૂઆત પૂર્વ સંધ્યાથી જ થઇ ગઇ હતી શહેરના શિવ મંદિરો, શિવાલયોના રંગબેરંગી ફુલો તથા લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા. અને ભાવિકો આખો દિવસ આજે પૂજા અર્ચના કરશે. મધરાતે ત્રણ વાગ્યાથી જ શિવાલયોમાં શિવપૂજા શરૂ થઇ ગઇ હતી. એ પછી સવારથી ભાવિકો આખો દિવસ ભગવાન ભોળાનાથ પર જળાભિષેક, દૂધ, પંચામૃ ત સહિત પોતાની લાગણી પ્રમાણેનો અભિષેક કરતા જોવા મળશે. શિવાલયોમાં શિવરાત્રિને અનુલક્ષીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

સુરત શહેરના દરેક શિવાલયોમાં મહાશિવરાત્રિના પર્વને અનુલક્ષીને ઉજવણીઓ શુક્રવારે મોડી સાંજથી જ શરૂ થઇ ગઇ હતી. શહેરના અત્યંત લોકપ્રિય શિવાલયો જેમ કે કંતારેશ્વર મહાદેવ, કુરુક્ષેત્ર મહાદેવ, રૂંઢના મહાદેવ, રામેશ્વર મહાદેવ, ઓલપાડ સિદ્ધનાથ મહાદેવ વગેરે મોટા શિવાલયોમાં શુક્રવારે મોડીરાતથી જ ભાવિકોના ધાડેધાડા દર્શન માટે ઉમટી પડયા હતા , ભીડને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શિવમંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે.

મધરાતની પૂજાનું મહત્વ

મહાશિવરાત્રીના નામ પરથી સ્પષ્ટ થાય છે કે આ દિવસે રાત્રે શિવની પૂજા કરવામાં આવે છે. રાત્રે ચાર કલાકેજાગીને શિવનો અભિષેક કરવો જોઈએ. કહેવાય છે કે શિવજી અને પાર્વતીજી શિવરાત્રિ ઉપર શ્રીની યાત્રા પર જાય છે. જે લોકો આ રાત્રે પુરા ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરે છે, તેમને શિવ-પાર્વતીના વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ આવે છે. શિવની પુજામાં બિલપત્રનું પણ મહત્વ છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *