ગાંજો પીનારા માટે જોબ ઓફર્સ:88 લાખ પગાર નક્કી કરાયો
ગાંજો ફૂંકવાની નોકરી માટે પણ આકરી સ્પર્ધા છે, ગંજેડીઓએ અરજીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે
ધૂમ્રપાન જીવલેણ હોય છે, છતાં પણ કરોડો લોકો ધૂમ્રપાન કરે છે. કોઈ નેચરલ વસ્તુઓનો તો કોઈ નશીલા પદાર્થનું ધૂમ્રપાન કરે છે. ઘણા લોકો ગાંજાની લતમાં રચ્યાપચ્યા રહે છે. ગાંજો પીવાની આદત ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે. તેનું વ્યસન છોડાવવું મુશ્કેલ છે. પણ આવા લોકો માટે નોકરી ઊભી થઈ છે. આ નોકરીમાં તેઓએ ગાંજો ફૂંકવાનો છે અને તેના બદલે કંપની મસમોટો પગાર આપશે. કંપનીએ ગાંજો પીનારા માટે જોબઓફર્સ આપી છે. નોકરીની જાહેરાત મુજબ તમારે માત્ર ગાંજો ફૂંકવાનો છે અને તેના બદલામાં તમને ૮૮ લાખ રૂપિયાનો જંગી પગાર મળવાનો છે. હવે આ કામ માટે લાઈનો લાગી છે.
સોશિયલ મીડિયા પર લોકો આ જોબ વિશે સાંભળીને અચરજ પામી રહ્યા છે. પ્રોફેશનલ ગાંજો પીનારાઓ માટે આ અજીબોગરીબ જોબ ઓફર કાઢવામાં આવી છે. જર્મન કંપનીને પ્રોફેશનલ ગંજેડી જોઈએ છે. આ કંપનીનું નામ કેનાબીસ સોમેઇલિયર છે અને તે ધૂમ્રપાન કરનાર પ્રોફેશનલની શોધમાં છેતેઓ પ્રોડક્ટની ગુણવત્તા તપાસવા માટે વિડ એક્સપર્ટની શોધમાં છે. કોલોન-આધારિત કેનાબીસ જર્મન ફાર્મસીઓને દવા તરીકે ગાંજાનું વેચાણ કરે છે. આ માટે તેઓ તેમની પ્રોડક્ટ સૂંઘે, અનુભવ કરે અને સ્મોકિંગ કરી તેની ક્વોલિટી ચેક કરે તેવા લોકોની શોધમાં છ
આ બાબતે કંપની સીઈઓ ડૅવિડ હેને બિલ્ડને કહ્યું હતું કે, તેઓ ઓસ્ટ્રેલિયા,કેનેડા, પોર્ટુગલ, મેસેડોનિયા અને ડેનમાર્ક જેવા દેશો માટે ઉત્પાદનો પર સ્ટાન્ડર્ડ મોનિટરિંગ કરી શકે તેવા કર્મચારીની શોધમાં છે. કર્મચારીએ જર્મનીમાં ડિલિવરી કરેલી સામગ્રીની ગુણવત્તા પણ તપાસવી પડશે. ગાંજો ફૂંકવાની આ નોકરી માટે પણ આકરી સ્પર્ધા છે.જેમાં ગંજેડીઓએ અરજીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જો કે, નોકરી મેળવવા માટે કર્મચારી ગાંજાનો દર્દી હોવો જોઈએ અને જર્મનીમાં કાયદેસર રીતે ગાંજો પીવા માટેનું લાઇસન્સ પણ હોવું આવશ્યક છે. જેના કારણે ગાંજો પીનાર સામાન્ય બંધાણી માટે આ નોકરી મેળવવી અશક્ય સમાન છે.