ભરૂચમાં રાષ્ટ્રગીતનું અપમાન કરનારા 11 સામે પોલીસે જાતે જ ફરિયાદી બની કાર્યવાહી
ભરૂચમાં(Bharuch) પશ્ચિમ વિસ્તારમાં શેઠના કોમ્પ્લેક્સની સામે એક લગ્નપ્રસંગ(Marraige) દરમિયાન રાષ્ટ્રગીતને (National Anthem) લઈને આપત્તિજનક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોને જોતા પોલીસ પોતે ફરિયાદી બની 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ વીડિયો એફએસએલ અર્થે મોકલી કાર્યવાહી શરૂ કરી છે.
સોશિયલ મીડિયાના જમાનામાં લોકો કયો વિડીયો કેવી રીતે બનાવવો તેની પણ ભાન ભૂલી ચુક્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલા એક નિકાહના કાર્યક્રમમાં અમુક યુવાનોએ ખુરશી પર બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાઈને વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો વાયુવેગે વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરવાની જરૂર પડી હતી.
આ વિડીયો વાતાવરણને બગાડી શકે એવો હોય પોલીસે જાતે જ ફરિયાદી બનીને વીડિયોમાં દેખાતા શખ્સો સામે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જોકે આ વીડિયોમાં બેસીને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હોવાથી રાષ્ટ્રગીતનું અપમાન થયું હોવાનું લોકોએ જણાવ્યું હતું. પોલીસે વીડિયોને FSLમાં મોકલીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે આરોપીઓએ પોતે નિયમોથી વાકેફ નહીં હોવાનું જણાવ્યું હતું.
ઈમેજીન સુરત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.