ઢોર પકડવામાં આ વર્ષે સુરત કોર્પોરેશને પોતાનો જ રેકોર્ડ તોડ્યો !

0
Surat Corporation broke its own record in catching cattle this year!

Surat Corporation broke its own record in catching cattle this year!

મિલકતવેરા (Tax) સહિતની રેવન્યુ આવક(Income), કેપિટલ પ્રોજેક્ટો (Projects) પાછળ વાસ્તવિક ખર્ચ વગેરે બાબતે ગત વર્ષોની તુલનામાં અગ્રેસર રહેનાર મનપા હવે ગત વર્ષની તુલનામાં રખડતા ઢોર પકડવાની બાબતમાં પણ અવ્વલ રહી છે. 1 એપ્રિલ 2022થી આજસુધી મનપાના માર્કેટ વિભાગ દ્વારા 6602 રખડતા ઢોર પકડી પાડ્યા છે. જે છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે. છેલ્લા એક મહિનામાં જ 1 હજારથી વધુ રખડતાં ઢોર ઝડપી પાડવામાં આવ્યા છે. નવી નીતિને પગલે દંડ લઇને છોડવામાં આવેલ ઢોરની સંખ્યા ગત વર્ષની તુલનામાં ઓછી થઈ છે.

વર્ષ 2017-18માં 6097, વર્ષ 2018-19માં 7760, વર્ષ 2019-20માં 5438, વર્ષ 2020-21માં 2939, વર્ષ 2021-22માં 6593 ૨ખડતા ઢોરને ઢોરડબ્બા પાર્ટીએ પકડ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે અત્યારસુધી 6620 રખડતા ઢોરડબ્બામાં પુરવામાં આવ્યા છે. કુલ ઝડપાયેલા પશુઓ પૈકી 1962 પશુઓને અત્યારસુધી દંડ લઇ મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 4369 પશુઓને પાંજરાપોળ ગૌશાળામાં મોકલી દેવાયા હતા.

તાજેતરમાં હાઇકોર્ટમાં દાખલ પીટીશનને પગલે મનપા દ્વારા આક્રમક રીતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રખડતાં ઢોરને નિયંત્રીત કરવાની સિસ્ટમ ડેવલપ કરવાના ભાગરૂપે મનપા દ્વારા આરએફઆઈડી ટેગ પશુઓને લગાડવાની કામગીરી હાથ ધરી છે. 10 જૂન 2022થી ટેગીંગની કામગીરી હાથ ધરી હતી અને અત્યારસુધી 35 હજારથી વધુ પશુઓમાં આ ચીપ ફીટ કરવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *