સુરતના જાગૃત યુવા દ્રારા પોતાના જીવનના સાત મંગળફેરા સંગ સમાજને સપ્તપદીના સાત વચન સંદેશ

0

હાલના સમયમાં યુગલો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક નવું કરતા રહે લગ્નમાં દુલ્હનની એન્ટ્રીથી લઈને વરરાજાના વરઘોડા કે પછી લગ્નની કંકોત્રી બધુજ પ્લાનિંગ ટ્રેડિંગ અથવા તો યુનિક રીતે કરવામાં આવે છે પરંતુ આ બધી વાતોથી અલગ સુરતના એક જાગૃત યુવા દ્વારા પોતાના લગ્નમાં સપ્તપદી ના સાત વચનો સાથે સમાજને જાગૃત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે

સમાજ માટે સદા તત્પર રહેનાર એવા સુરત ના જાગૃત યુવા વિકાસ રાખોલીયા જ્યારે જીવનસાથી સંગ જિંદગી ના સાત ફેરા ફરવાના જઈ રહ્યા છે ત્યારે પોતાના લગ્નની આમંત્રણ પત્રિકામાં સમાજને સમાજ સપ્તપદી ના સાત વચનો રૂપી સમાજ ને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

વિકાસે પોતાની લગ્ન કંકોત્રીમાં જણાવ્યું છે કે વૃક્ષો વાવીએ અને વવડાવીએ, આપણા અસ્તિત્વ માટે વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ, મૂલ્યવાન અને આવશ્યક છે, કારણ કે તેમણે પૃથ્વી ઉપર ના દરેક જીવ ને જીવન માટે બે આવશ્યક તત્વો પૂરા પાડ્યા છે, “અન્ન અને ઓક્સિજન”

જ્યારે કોરોનો કાળ દરમિયાન “અન્ન અને ઓક્સિજન” નું મહત્વ શુ છે ? એ દરેક ને સમજાય ગયું હતું.તેમની માટે પહેલું મગળીયું વચન વૃક્ષ વાવવા માટે નું લખ્યું છે.

વર્તમાન સમયમા યુવાનો પાન બીડી ના વ્યસન કરતાં કરતાં હવે જે યુવાધન ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે.તેમની માટે બીજું મગળીયું વચન વ્યસન મુક્તિ માટે લખ્યું છે.

ટ્રાફિક લોકોમાં નિયમની જાગૃતિનો અભાવ છે, ટૂંકો રસ્તો ટૂંકો જીવન રોંગ સાઈડ વાહન ચલાવવું જોખમી છે.

ઓનલાઇન પ્લેટફોમના બેફામ ઉપયોગ થકી ઘણા લોકો સાઈબર ક્રાઈમ નો ભોગ બને છે. મોટાભાગના ગના પોલીસના ચોપડે નોંધાતા નથી

સાઈબર ક્રાઈમથી બચવા શું કરી શકાય, આવા સમાજ જાગૃતિના ઘણાં મુદ્દાની સાથે ‘ હતાશ થવું નહીં નિરાશ થવું નહીં,

“વૃક્ષો વાવીએ અને વવડાવીએ.”

“ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ.”

“વ્યસન અને વ્યાજખોરી થી દૂર રહીએ અને બીજા ને દૂર રાખીએ.”

“રકતદાન કરીએ અને કરાવીએ.”

 “ચક્ષુદાન અને દેહદાન નો સંકલ્પ કરીએ.”

“સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ.”

“લોક જાગતિનાં કામ કરીએ અને કરાવીએ “

વિગેરે વગેરે પ્રોત્સાહિત વાક્યો પોતાની લગ્નની કંકોત્રીમાં લખ્યા છે.સરકારની ગાઇડલાઇન શું છે વગેરે બાબતને ખૂબ જ ડિટેલમાં સમજાવતી બધી જ વિગતો કંકોત્રીમાં છાપવામાં આવી છે.જે પોતાના જીવનરૂપી સાત મંગળ ફેરા રૂપી સમાજ ને જાગૃતિ માટે સમાજ સપ્તપદી નાં સાત વચનો ઘર-ઘર સુધી મેસેજ અપાયો છે, સાત વચનો થકી દરેક વચનમાં સમાજને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. લગ્ન કંકોત્રીના માધ્યમથી દરેક ઘરમાં આવા જાગૃતિના મેસેજ પહોંચડવાનો પ્રયાસ કરાયો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *