GJEPC દ્વારા સુરત ખાતે લેબગ્રોન ડાયમંડ માટે વિશેષ ”બાયર સેલર મીટ” નું આયોજન
GJEPC દ્વારા આગામી એપ્રિલ મહિનામાં સુરત ખાતે લેબગ્રોન ડાયમંડ માટે વિશેષ ”બાયર સેલર મીટ” નું આયોજન
સુરત એ લેબગ્રોન ડાયમંડ ના ગ્રૌઇંગ નું હબ થવા જઇ રહ્યું છે, ત્યારે GJEPC દ્વારા ખાસ લેબગ્રોન ડાયમંડ ને અનુલક્ષી ને આગામી એપ્રિલ મહિના માં સુરત ખાતે “બાયર સેલર મીટ” નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ના ટોપ 30 લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ, લૂસ LGD કટ & પોલીશ્ડસપ્લાયર્સ તેમજ લેબગ્રૌન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સ ભાગ લેશે.
આ બાયર સેલર મીટ માં ભારત ના 15 થી વધુ ખરીદાર આવશે તે ઉપરાંત ભારત બહાર ના દેશો જેમકે USA, UK ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો થી પણ 8-10 ઇન્ટરનેશનલ બાયર્સ આવસે. આ બાયર સેલર મીટ માં દરેક પાર્ટીકીપંટ્સ ની દરેક ખરીદર સાથે વન-ઑઁન-વન પર્સનલ મીટિંગ કરવવામાં આવશે, અને ત્યાર બાદ આખરી દિવસે પોતાની ફેક્ટરિ વિઝિટ પણ કરાવી શકશે.
સુરત ના ઇતિહાસ માં આવી આ પ્રથમ “બાયર સેલર મીટ” છે જેમાં ઇન્ટરનેશનલ બાયર્સ પણ LGD ની ખરીદી માટે આવશે. આ બાયર સેલર મીટ સુરત નું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર LGD ક્ષેત્રે સુરત નું નામ મોખરે કરવામાં મહત્વ નો ભાગ ભજવશે, અને સુરત ના LGD વ્યાપારીઓ ને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે