ડ્રગ્સ સામે જાગૃતતા લાવવા સુરત પોલીસનો નવતર પ્રયોગ:500 રીક્ષા ચાલકોની લીધી મદદ
“નો ડ્રગ્સ ઇન સુરત સીટી”અંતર્ગત (drugs)સામે લોકોમા જાગૃતતા લાવવા સુર પોલીસે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે, પોલીસ દ્વારા શહેરના રીક્ષા ચાલકોની મદદ લઈ 500થી વધુ રીક્ષા પર ડ્રગ્સ અવેરનેસના પોસ્ટર લગાવી જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ ઊપરાંત આગળના સમયમાં સ્કૂલ વેન અને સ્કૂલ બસો પર પણ આ પ્રકારના પોસ્ટર થકી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાશે.
સુરત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી ડ્રગ્સ સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે હાલના સમયમાં વધી રહેલા ડ્રગ્સના દૂસણને અટકાવવા તેમજ લોકોને વધુમાં વધુ જાગૃત કરવાના હેતુસર શહેર પોલીસે નવતર પ્રયોગ અજમાવ્યો છે.જાહેર કાર્યક્રમો થકી લોકોને સમજાવવાના પ્રયાસ બાદ હવે સુરત શહેરમાં ફરતી રીક્ષાઓ પર ડ્રગ્સ અવેરનેસ જાગૃતિના પોસ્ટરો લગાવી શેરીજનોને જાગૃત કરવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
સુરત શહેર પોલીસની ડ્રગ સામેની આ લડાઈ મા હવે સુરતના રીક્ષા ચાલકો પણ જોડાયા છે. સુરતમાં સહિત સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ સામે પોલીસની ખાસ મુહીમ પણ ચલાવવામાં આવી રહી છે. ત્યયારે લોકો ડ્રગ્સ તરફ ન ધકેલાયું અને લોકોમાં જાગૃતતા વધે તે માટે સુરત એસઓજી પોલીસ દ્વારા શહેરના રિક્ષાચાલકોને ડ્રગ્સ અવેરનેસ માટે જોડવામાં આવ્યા છે. જેમાં શહેરના 500 થી વધુ રીક્ષા ચાલકોને આ ડ્રગ્સ સામેની મુહિમમા જોડી રીક્ષા ઉપર ડ્રગ્સ સામેની જાગૃતતાના સ્લોગન સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેથી આ તમામ રિક્ષાઓ હવે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોમા ડ્રગ સામે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સ્કૂલ વેન અને બસ પર પણ બેનરો લગાવવામાં આવશે
હાલ મોટાભાગે યુવાઓ ડ્રગ્સના રવાડે વધુ ચડી રહ્યા છે. ત્યારે યુવાઓમાં સ્કૂલ સમયથી જાગૃતતા આવે તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા જુદી જુદી શાળાની સ્કૂલ વેન અને સ્કૂલ બસો પર પણ બેનર અને પોસ્ટર લગાવવામાં આવશે.અને તેના થકી ડ્રગ્સ અવેરનેસ નો સંદેશ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર સુધી પોહચી.