World Population review: ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો
World Population reviewના આંકડા મુજબ ભારત ચીનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ચૂક્યો છે. ૨૦૨૨ના વર્ષના અંત સુધીમાં ભારતની વસ્તી ૧.૪૧૭ અબજ હતી, જે ચીનની ૧.૪૧૨ અબજની વસ્તીથી ૫૦ લાખ જેટલી વધારેછે.
ચીને મંગળવારે વસ્તીના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે ૧૯૬૦ના દાયકા બાદ પહેલીવાર તેની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ દ્વારા એમ પણ જણાવાયું છે કે ભારતમાં વસતીવૃદ્ધિનો દર ઘટયો છે તેમ છતાં કમસે કમ ૨૦૫૦ના વર્ષ સુધી ભારતની વસ્તી વધતી રહેશે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂના અંદાજ પ્રમાણે હાલની સ્થિતિએ ભારતની વસ્તી ૧.૪૨૩ અબજ થઇ ચૂકી છે.
યુએનની એવી ધારણા હતી કેભારત આ વર્ષે મોડેથી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે પણ ભારતની વસ્તીના વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂના આંકડા જોતાં ભારત વર્ષના પ્રારંભે જ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ચૂક્યો છે. બીજી તરફ રિસર્ચ પ્લેટફોર્મ મેક્રોટ્રેન્ડ્સના આંકડા પ્રમાણે ભારતની વસ્તી ૧.૪૨૮ અબજ છે. ૨૦૫૦ સુધીમાં અડધાથી વધુ વસ્તી માત્ર ૮ દેશમાં વધશે યુએનના અંદાજ પ્રમાણે ૨૦૨૨થી ૨૦૫૦ દરમિયાન વિશ્વમાં વસ્તીમાં થનારી કુલવૃદ્ધિ પૈકી અડધાથી પણ વધારે વસ્તીવૃદ્ધિ માત્ર ૮ દેશમાં થશે, જેમાં ભારત, પાકિસ્તાન, કોંગો, ઇજિપ્ત, ઇથિયોપિયા, નાઇજીરિયા, ફિલિપાઇન્સ અને ટાન્ઝાનિયાનો સમાવેશ થાય છે. ભારત હાલ એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે અને દેશની અડધોઅડધ વસ્તી ૩૦ વર્ષથી ઓછી વયની છે.
ભારત આવનારા વર્ષોમાં વિશ્વનું સૌથી ઝડપભેર વિકસી રહેલું મોટું અર્થતંત્ર બનવા સજ્જ છે. વિશ્વમાં ઘઉં, ચોખા અને ખાંડનું બીજું સૌથી મોટું ૮.૫૦ ઉત્પાદક, ખાદ્ય તેલોનું સૌથી મોટું નિકાસકાર છે. વિશ્વમાં ખાંડની સૌથી વધુ ખપત ભારતમાં થાય છે. ૨૦૨૨માં ચીનની વસ્તીમાં લાખનો ઘટાડો ચીનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યૂરોએ જારી કરેલા ડેટા પ્રમાણે ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં ચીનની વસ્તીમાં ૮.૫૦ લાખનો ઘટાડો થયો હતો, જેનું કારણ ચીને ૧૯૮૦માં લાગુ કરેલી એક બાળકની નીતિ હોવાનું કહેવાય છે. જોકે, ચીને ૨૦૨૧માં આ નીતિ પાછી ખેંચી લીધી હતી.