કડકડતી ઠંડીમા શેહરીજનો ઠુંઠવાયા:સુરતમા લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી
સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે અને બીજી બાજુ પવન પણ ફૂંકાવાના કારણે લોકોની હાલત વધુ કફોડી થવા પામી છે. સુરત શહેરનું લઘુતમ તાપમાન પણ છેલ્લા ચાર દિવસથી ૧૨થી ૧૩ ડિગ્રીની વચ્ચે રહે છે. જેના કારણે શહેરીજનો ૨ીતસ૨ ઠુંઠવાઇ રહ્યા છે. સવારે અને રાત્રે લોકો ઠેર ઠેર તાપણાં કરતા નજરે પડે છે અને આખો દિવસ ગરમ કપડાં પહેરીને ફરતા જોવા મળે છે.
ઉત્તર ભારતમાં થઇ રહેલ બરફવર્ષાની અસર સુરત સહિત સમગ્ર રાજયમા જાવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ઠંડીનો પારો સડસડાટ રીતે નીચે ગગડીને સીધો ૧૨ ડિગ્રીએ પહોચ્યો છે. સુરતમાં ચાલુ સીઝન
દરમ્યાન રેકોર્ડ બ્રેક ઠંડી પડતા લોકો રીતસરના ઠંડીથી ઠુંઠવાય રહ્યા છે. ઠંડીથી બચવા માટે આખો દિવસ ગરમવસ્ત્રો પહેરીને ફરવાની સાથે ઘરમાં પંખા બંધ રાખી રહ્યા છે. તો રાત્રે ઠેરઠેર તાપણા કરતા જોવા મળી રહ્યા છે. આજે સવારે પણ તાપમાનો પારો ૧૨.૫ ડિગ્રીએ યથાવત રહ્યો છે. આ ઉપરાંત સવારથી પાંચ કિલો મીટરની ઝડપે ઠંડા પવન ફુંકાવાને કારણે લોકો ઠંડીથી રીતસરના ઠુંઠવાય રહયા છે. ઠંડીએ તેના અસલ મીજાજનો પરચો બતાવતા લોકોની હાલત કફોડી થવા પામી છે. આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી સેલ્સીયમ અને લઘુત્તમ તાપમાન ૧૨.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. હવામાં ભેજનું પ્ર-માણ ૮૨ ટકા અને હવામાં ભેજનું દબાણ ૧૦૧૫.૭મીલીબાર નોધાયુંછે. આજે શહેરમાં ઉતર પૂર્વીય દિશામાંથી પ્રતિ કલાક ૫ કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફુકાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. જેની અસ૨ સુરત સહિત સમગ્ર ગુજરાત રાજયમાં જોવા મળી રહી છે. ઉત્તર દિશામાંથી ઠંડા પવન ફુકાવાને કારણે સુરતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રેકોર્ડ બ્રેક ઠંડીના કારણે. લોકો રીતસર તોબાતોબા પોકારી ઉઠ્યા છે. રાત્રિના સમયે પણ માર્ગોઉપર ચહલ પહલ ઓછી જોવા મળે છે. ઠંડીથી બચવા માટે આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખવાની સાથે ઓફિસ કે ઘરમાં પંખા તેમજ બારી બારણા બંધ રાખવાની નોબત આવી છે. ઉત્તર ભારતમાં થતી બરફ વર્ષાને પગલે સુરતમાં શીત લહેર ફેલાઇ જવા પામી છે.