28 ફેબ્રુઆરી સુધી કામરેજ તાલુકાના વેલંજા જોઈનીંગ કેનાલ રોડ આવતા-જતાં વાહનો માટે બંધ: આ વૈકલ્પિક માર્ગનો કરી શકશો ઉપયોગ
હાઈસ્પીડ રેલ પ્રોજેકટની કામગીરીને ધ્યાને લઈ કામરેજ તાલુકાના વેલંજા જોઈનીંગ કેનાલ રોડ તરફ જતા-આવતા વાહનોને ડાયવર્ઝન અપાયું
સુરત જીલ્લાના કામરેજ તાલુકામાં હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, પેકેજ-સી૪ હેઠળ વાયડકટ (NHSRCL Ch.281) ની કામગીરી કરવામાં આવનાર છે. જેથી સુરત જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટશ્રી વાય.બી.ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા વેલંજા જોઈનીંગ રોડના વાહન વ્યવહારને ડાયવર્ટ કર્યો છે.
જાહેરનામા અનુસાર જિલ્લાના કામરેજના કાર્યપાલક ઈજનેર પંચાયત(મા. અને મકાન) વિભાગ હસ્તકના વેલંજા જોઈનીંગ કેનાલ રોડ પર વાહનોની અવર-જવર તા.૧૩/૦૧/૨૦૨૩ થી તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી પસાર થવા પર પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ વાહનો (૧) ગોથાણ વેલંજા અંત્રોલી સ્ટેટ હાઈવે (૨) કઠોર અંત્રોલી ઘલુડી (૩) શેખપુર અંત્રોલી વગા રોડ તરફ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.