Gujarat : રશિયન એરક્રાફ્ટ છેલ્લા 9 કલાકથી જામનગર એરપોર્ટ પર ફસાયું, NSGની તપાસ વિના ઉડવાની મંજૂરી નહિ
મોસ્કોથી ગોવા (Goa )જઈ રહેલી ફ્લાઈટનું બોમ્બ હોવાની ધમકી(Threat ) મળતાં તેનું ગુજરાતના જામનગર (Jamnagar )ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ રશિયન એરક્રાફ્ટ જામનગર એરપોર્ટ પર 9 કલાક ફસાયું હતું અને એનએસજીની ટીમ તપાસમાં લાગેલી છે. એનએસજીનું કહેવું છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્લેનને ઉડવા દેવામાં આવશે નહીં. ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ એનએસસીની ટીમ તપાસ કરી રહી છે. જામનગરના કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે અમને મોસ્કો-ગોવા ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી, જેને જામનગર ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 236 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓ એરપોર્ટ લોન્જમાં છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે.
જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં
સુરક્ષા એજન્સીઓએ 9 કલાક સુધી એરપોર્ટની ઘેરાબંધી કરી હતી. વિમાન અને મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્લેનમાંથી હજુ સુધી કંઈ મળ્યું નથી, તપાસ ચાલી રહી છે. એનએસજીની ટીમ એન્ટી-બસ સ્ક્વોડની ટીમની તપાસ કરી રહી છે, એનએસજીએ કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્લેનને ઉડવા દેવામાં આવશે નહીં. પોલીસ મહાનિરીક્ષક (રાજકોટ અને જામનગર રેન્જ), અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે વિમાનમાંથી તમામ 236 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ સ્થાનિક સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે.
યાદવે કહ્યું કે, મોસ્કોથી ગોવા જઈ રહેલા પ્લેનને બોમ્બની ધમકી મળતાં જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. એરક્રાફ્ટ લેન્ડ થયા બાદ તમામ 236 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ, BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) અને સ્થાનિક અધિકારીઓ સમગ્ર વિમાનની શોધ કરી રહ્યા છે. એરપોર્ટ પર તમામ ઇમરજન્સી સેવાઓ તૈયાર રાખવામાં આવી હતી જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ એરપોર્ટ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.